
નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર
શીખ રમખાણો પર કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ આપેલા નિવેદનથી રાજકિય ઘમાસાણ મચેલું છે. સામ પિત્રોડાના આ નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઇ છે ત્યારે કોંગ્રેસે તેમના આ નિવેદન પર કોંગ્રેસ સ્પષ્તા કરી છે. કોંગ્રેસે સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું કે, આ નિવેદન સામ પિત્રોડાનું છે કોંગ્રેસ પાર્ટીને તેની સાથે કોઇ લેવા દેવા નથી.
કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, અમે હંમેશા શીખ રમખાણોના પીડિતોને ન્યાય અપાવવાના સમર્થનમાં છીએ. આ પ્રકારનુ કોઇ પણ નિવેદન જે કોઇ વ્યક્તિ વિશેષે આપેલું છે, જેને પાર્ટી સાથે કોઇ લેવા દેવા નથી. આ સાથે જ કોંગ્રેસે 2002ના ગુજરાતના રમખાણોનો મામલો પણ ઉઠાવ્યો છે.
કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસનું હંમેશા માનવું છે કે, 1984 શીખ રમખાણોમાં ન્યાય થવો જોઇએ. ઠીક તેવી જ રીતે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોને પણ ન્યાય મળવો જોઇએ. અમે તમામ પ્રકારની હીંસાન વિરુદ્ધમાં છીએ. પછી ભલે તે કોઇ વ્યક્તિની વિરુદ્ધ હોય કે કોઇ સમુહ વિરુદ્ધ. કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનને અંગત નિવેદન ગણાવ્યું. કોંગ્રેસે 1984ની સાથે સાથે 2002ના ગુજરાત રમખાણોનો મામલો પણ ઉઠાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ ચૂંટણી ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઉઠાવી રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyDZhC
via Latest Gujarati News
0 Comments