મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 2.45 ટકા, 22 મહિનાની નીચલી સપાટી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 જૂન, 2019, શુક્રવાર

મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૨.૪૫ ટકા થયો છે જે ૨૨ મહિનાની નીચલી સપાટી છે. ખાદ્યાન્ન વસ્તુઓ, ઇંધણ અને વીજળીના ભાવ ઘટવાને કારણે મે મહિનામાં જ્થ્થાબંધ ફુગાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વધુ એક વખત વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૧૯માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૩.૦૭ ટકા હતો જ્યારે ણે, ૨૦૧૮માં આ ફુગાવો ૪.૭૮ ટકા હતો. મે, ૨૦૧૯માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ૬.૯૯ ટકા રહ્યો છે.  જે એપ્રિલ, ૨૦૧૯માં ૭.૩૭ ટકા હતો. 

જો કે મે મહિનામાં ડુંગળીના ભાવમાં ૧૫.૮૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે એપ્રિલમાં માઇનસ ૩.૪૩ ટકા હતો. બીજી તરફ સળંગ ચોથા મહિને દાળોના ભાવમાં ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે. મે. ૨૦૧૯માં દાળોનો ફુગાવો ૧૮.૩૬ ટકા રહ્યો છે જે એપ્રિલમાં ૧૪.૩૨ ટકા હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KNCMMu
via Latest Gujarati News

Post a Comment

0 Comments