
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 જૂન, 2019, શુક્રવાર
મે મહિનામાં ભારતની નિકાસ ૩.૯૩ ટકા વધીને ૩૦ અબજ ડોલર રહી હતી. કેમિકલ, ફાર્મા અને એન્જિનિયરિંગ સેક્ટરમાં નિકાસ વધવાથી આ વધારો જોવા મળ્યો છે.
વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં આયાત પણ ૪.૩૧ ટકા વધીને ૪૫.૩૫ અબજ ડોલર રહી હતી.
જેના કારણે મે મહિનામાં વેપાર ખાધ વધીને ૧૫.૩૬ અબજ ડોલર થઇ છે. આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને વેપાર ખાધ કહેવાય છે. આ વેપાર ખાધ મે, ૨૦૧૮માં ૧૪.૬૨ અબજ ડોલર હતી.
મે મહિનામાં ઓઇલની આયાત ૮.૨૩ ટકા વધીને ૧૨.૪૪ અબજ ડોલર રહી હતી જ્યારે ઓઇલ સિવાયની વસ્તુઓની આયાત ૨.૯ ટકા વધીને ૩૨.૯૧ અબજ ડોલર રહી હતી. મે મે મહિનામાં સોનાની આયાત ૩૭.૪૩ ટકા વધીને ૪.૭૮ અબજ ડોલર રહી હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલ અને મે એમ બે મહિનાની કુલ નિકાસ ૨.૩૭ ટકા વધીને ૫૬ અબજ ડોલર રહી છે. બે મહિનાની આયાત પણ ૪.૩૯ ટકા વધીને ૮૬.૭૫ અબજ ડોલર રહી હતી. બે મહિનાની કુલ વેપાર ખાધ ૩૦.૬૯ અબજ ડોલર થઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Fb6He3
via Latest Gujarati News
0 Comments