
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 જૂન, 2019, શુક્રવાર
કેન્દ્ર સરકારે પોતાની યોજનાઓની પ્રસિધ્ધી માટે છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ૩૮૦૦ કરોડનો ધુમાડો કર્યો હતો એમ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કહ્યું હતું.
સરકારે પ્રચાર અને પ્રસાર માટે છાપા, ટેલીવિઝન અને આઉટડોર માધ્મોનો ઉપયોગ કર્યો હતો. સરકારી કાર્યક્રમો અને નીતિઓની લોકોમાં જાણકારી લાવવા છપાયેલી સામાગ્રી મારફતે સીધી રીતે લોકોને સંદેશા અપાયા હતા.
તેમણે યોજનાઓ અંગે લોકોમાં જાગૃત્તિ લાવવા ખર્ચની વિગતો પણ આપી હતી જે આ મુજબ હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૧૨૮૦.૦૭ કરોડ,૨૦૧૭-૧૮માં ૧૩૨૮.૦૬ કરોડ અને ૨૦૧૮-૧૯ માં રૂ.૧૧૯૫.૯૪ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
વિવિધ માધ્યમો જાહેરાત પર કરોયેલા ખર્ચ અંગે તેમણે વર્ષવાર માહિતી આપી હતી.વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રિન્ટ મીડિયા માટે ૪૬૮.૫૯ કરોડ, ઓડિયો-વિઝયુએલ પાછળ રૂ.૬૦૯.૧૪ કરોડ, આઉટ ડોર પબ્લીસીટી માટે રૂ.૧૮૬.૫૯ કરોડ અને પ્રિન્ટેડ પબ્લીસીટી માટે રૂ. ૧૪.૪૯ કરોડ ખર્ચાયા હતા.
વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રિન્ટ મીડિયા માટે રૂ.૪૨૯.૫૫ કરોડ,ઓડિયો-વિઝયુએલ માટે રૂ.૫૧૪.૨૯ કરોડ,આઉટ ડોર પબ્લીસીટી માટે રૂ.૨૩૫.૩૩ કરોડ અને પ્રિન્ટ મીડિયા માટે રૂ. ૧૬.૭૭ કરોડ ખર્ચાયા હતા. આમ સરકારે કરદાતાઓના પૈસે પોતાની પ્રસિધ્ધી કરી હતી અને કુલ રૂપિયા ૩૮૦૦ કરોડનો ધુમાડો કરી નાંખ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YhF1eR
via Latest Gujarati News
0 Comments