ટાઇગર શ્રોફ અને દિશા પટાણીના ત્રણ વરસના પ્રેમસંબંધનો અંત ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 જૂન 2019, સોમવાર

બોલીવૂડમાં સંબંધો બદલાતા વાર નથી લાગતી.  નવી પેઢીના કલાકારોના નામ કોઇને કોઇની સાથે જોડાતા સંભળતાું હોય છે. ટાઇગર શ્રોફ અને દિશા પટાણીના સંબધો જગજાહેર છે, જોકે બન્નેએ કદી  જાહેરમાં પ્રેમસંબંધનો સ્વીકાર કર્યો નથી.હવે તેમના ચાહકોને આંચકો લાગે તેવી વાત બહાર આવી છે કે, બન્ને જણાનું બ્રેકઅપ થઇ ગયું છે. જોકે તેઓ મિત્ર બનીને રહેશે.

થોડા સમયથી મીડિયામાં એવી વાતો આવી રહી હતી કે, બન્નેના સંબંધમાં સમૂસૂથરું ચાલતું નહોતું. એક એન્ટરટેઇનમેન્ટ વેબ સાઇટના અનુસાર, ટાઇગર અને દિશા હવે પ્રેમીપંખીડા રહ્યા નથી. બન્ને વચ્ચેના સંબંધોમાં ચડાવ-ઊતારને કારણે તેમણે છૂટા પડવાનો નિર્ણય લીધો છે. બન્ને જણાએ મતભેદોને કારણે છૂટા પડવાનો ફેંસલો કર્યો. 

બન્નેનું માનવું છે કે, રિલેશનશિપમાં રહેવા કરતાં બન્ને મિત્રો બનીને રહે તે જ તેમના માટે સારું છે. જોકે ટાઇગર અને દિશા હાલમાં જ સાથે ડિનર લેતા  જોવા મળ્યા હતા. તેમની એક નજીકની વ્યક્તિએ જણાવ્યું હતુ ંકે, '' ટાઇગર અને દિશા બન્ને મેચ્યોર છે. પરંતુ હવે વાસ્તવિકતા એ છે કે બન્ને હવે કપલ  તરીકે સાથે નથી. હવે તેઓ ફક્ત એકબીજાના મિત્રો  બનીને રહેશે.''

દિશા પટાણી પોતાની ફિલ્મો કરતાં ચર્ચામાં તેની અફેયર અને પરિધાનને લીધે રહે  છે. દિશાએ ફિલ્મી કારકિર્દી તેલુગુ ફિલ્મથી શરૂ કરી હતી જે ૨૦૧૫માં રિલીઝ થઇ હતી. ત્યાર બાદે તેણે બોલીવૂડમાં એન્ટ્રી ૨૦૧૬ની 'એમએસ ધોની ઃ ધ અન ટોલ્ડ સ્ટોરી' દ્વારા કરી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KC9IZk
via Latest Gujarati News

Post a Comment

0 Comments