
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 જૂન 2019, સોમવાર
સલમાન ખાન ટચૂકડા પડદાના આગામી રિયાલિટી શો માટે ધરખમ મહેનતાણું વસૂલવાનો છે. આ શોની ૧૩મી સીઝન હશે અને સલમાન ૧૦મી વખત હોસ્ટ બનવાનો છે.
એક રિપોર્ટના અનુસાર, સલમાનને આ શોની સીઝન ફી પેઠે દરેક વીકેન્ડ (શનિવાર-રવિવાર) માટે રૂપિયા ૩૧ કરોડ ચુકવવામાં આવશે. આ રીતે તે ૨૬ એપિસોડના રૂપિયા ચારસોને ત્રણ કરોડ લેશે.એક વાત તો એવી પણ છે કે, તે આ શોને પ્રોડયુસ કરવાની પણ વાટાઘાટ કરી રહ્યો છે. સલમાનના પ્રોડકશનહાઉસ હેટળ 'કપિલ શર્મા શો અને નચ બલિયે ૯'નું નિર્માણ થયું છે.
ગયા વરસે સલમાન ખાને આ શો માટે એપિસોડ દીઠ રૂપિયા ૧૨ થી ૧૪ કરોડ લીધા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J3V0qB
via Latest Gujarati News
0 Comments