
પટણા, તા.8 જૂન, 2019, શનિવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકેની સેવાઓ આપવાની ઓફર કરવાના પ્રશાંત કિશોરના નિર્ણયથી પોતાને અલગ કરતા બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે જણાવ્યું હતું કે જદ(યુ)ને તેમની સાથે કોઇ લેવાદેવા નથી.
નીતીશકુમારે વધુમાં જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર અનેક પક્ષોના વડાઓ સાથે સંપર્કમાં છે અને તે તેમને ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે સેવાઓ આપે છે.
૨૦૧૮થી જદ(યુ) સાથે જોડાયેલા પ્રશાંત કિશોરે મમતા બેનર્જીને કરેલી ઓફર અંગે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. પ્રશાંત કિશોરે ૨૦૨૧ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે સલાહકાર તરીકે સેવાઓ આપવા મમતા બેનર્જીને ઓફર કરી છે.
આ અંગે નીતીશકુમારે જણાવ્યું છે કે પ્રશાંત કિશોર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમારા પક્ષ સાથે જોડાયો છે અને અમે તેને મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપી છે પણ તે એવા સંગઠનનો અધ્યક્ષ છે જે વિવિધ પક્ષોને સલાહકાર તરીકે સેવા આપે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wI5rKH
via Latest Gujarati News
0 Comments