મધ્ય પ્રદેશમાં પાણીના અભાવે 15 વાંદરાનાં મોત


(પીટીઆઈ) મધ્ય પ્રદેશ, તા.8 જૂન, 2019, શનિવાર

મધ્ય પ્રદેશના દેવાસમાં બાગલીના જોશી બાબા જંગલ વિસ્તારમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે જે ત્રીજંુ વિશ્વ યુદ્ધ પાણી માટે થશે તે ઉક્તિને સાચી ઠેરવે છે. જોશી બાબા જંગલ વિસ્તારમાં લૂ લાગવાના કારણે અંદાજે ૧૫ જેટલા વાંદરાઓના મોત થયા છે. તે વિસ્તારમાં વાંદરાઓના અન્ય જૂથે પાણીના સ્ત્રોત પર કબજો મેળવી લીધો હતો અને અન્ય વાંદરાઓને તે પાણી પીતા રોક્યા હતા જેથી તેઓ તરસના કારણે મૃત્યુ પામ્યા છે.

જિલ્લાના વન્ય અધિકારી પીએન મિશ્રાના જણાવ્યા પ્રમાણે પાસે રહેલા પાણીના સ્ત્રોત પર વાંદરાઓના વધુ શક્તિશાળી અને મોટા જૂથે કબજો મેળવી લીધો હતો જેથી વાંદરાઓ તે પાણીનો ઉપયોગ નહીં કરી શકવાના કારણે આકરી ગરમીમાં તરસને લીધે મૃત્યુ પામ્યા છે.

મિશ્રાએ જંગલી પ્રાણીઓ માટે પાણીની પર્યાપ્ત સુવિધા કરી દેવામાં આવી હોવાનું તથા મૃત વાંદરાઓના આંતરડા સહિતના અવયવોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું જણાવ્યુંં. વન્ય અધિકારીએ ઈન્ફેક્શનના કારણે વાંદરાઓના મોત થયા હોવાની શક્યતાને લઈને સાવચેતીના ભાગરુપે તેમના મૃતદેહોને જમીનમાં દાટવાને બદલે અગ્નિદાહ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XB6yro
via Latest Gujarati News

Post a Comment

0 Comments