
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 જૂન 2019, શનિવાર
જેકવેલિન ફર્નાન્ડિસને ૧૯૮૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'અર્થ'ની રિમેક માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જેકવેલિન સ્મિતા પાટીલે ભજવેલ રોલની ઓફર કરવામાં આવી છે. ૧૯૮૨ની આ ક્લાસિક ફિલ્મને દિગ્દર્શક મહેશ ભટ્ટે બનાવી હતી.
થોડા સમય પહેલા જેકવેલિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, '' હવે મને એક્સપરિમેન્ટ રોલ પર હાથ અજમાવવો છે. તેથી હું લોસ એન્જલન્સના એક સ્ટુડિયોમાં આ પ્રકારના અભિનયના પાઠ શીખી રહી છું. જોકે મારે કમર્શિયલ સિનેમાથી પણ દૂર થવું નથી. હું ઘણા સમયથી એવી સ્ક્રિપ્ટની શોધમાં હતી જે મને કમ્ફર્ટ ઝોનથી બહાર કાઢે.''
આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર દક્ષિણની સુપરસ્ટાર અને નિર્માત્રી રેવથી લાંબા સમયથી કામ કરી રહી છે. હવે તે ફિલ્મમાં સ્ટાર્સની કાસ્ટિંગની કરી રહી છે.તેથી જ તેણે આ ફિલ્મમાં સ્મિતા પાટીલે ભજવેલા રોલ માટે ફિલ્મસર્જકે જેકવેલિનનો સંપર્ક કર્યો છે. જેકવેલિનને 'અર્થ' જેવીઆઇકોનિક ફિલ્મનો હિસ્સો બનવા ઉત્સાહિત છે. તેણે આ ફિલ્મ માટે સંમતિ પણ આપી દીધી છે. જોકે ફિલ્મને લગતી ઔપચારિકતા પૂરી કરવાની બાકી છે.
૨૦૧૭માં શરત ચંદ્દએ ફિલ્મ 'અર્થ'ની રિમેકની ઘોષણા કરી હતી. જેમાં રેવથીએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.આશ્ચર્યજનક વાત તો એ પણ છે કે, રેવતીએ આ જ ફિલ્મની તમિલ રીમેકમાં પણ કામ કર્યું છે. તેણે શબાના આઝમીએ ભજવેલ રોલ ભજવ્યો હતો. શબાનાને આ ફિલ્મની ભૂમિકા માટે નેશલન એવોર્ડ મળ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XCRTMs
via Latest Gujarati News
0 Comments