
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 જૂન 2019, શનિવાર
વિકી કોશલે પોતાની દમદાર એકટિંગથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે.તેની ગણના હવે વિશ્વાસપાત્ર અભિનેતાઓમાં થવા લાગી છે. તેની છેલ્લી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકથી તે લાઇમ લાઇટમાં આવી ગયો છે. હવે બોલીવૂડના ફિલ્મ સર્જકો તેનો સંપર્ક કરવા લાગ્યા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, તમિલ ફિલ્મ વીરમ ની હિંદી રિમેક માટે વિકી કૌશલનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ લેન્ડ ઓફ લુંગી હશે.આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા પ્રોડયુસ કરશે જ્યારે દિગ્દર્શન ફરહાદ શામજીનું હશે.
પહેલા આ ફિલ્મ માટે અક્ષય કુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાજિદ અને અક્ષયે આ ફિલ્મ વિશે વાતચીત પણ કરી હતી. પરુંત અક્ષય કુમાર આ ફિલમ માટે તારીખ ફાળવી શકે તેમ નહોતો. અક્ષયે જ આ પાત્ર માટે વિકીનું નામ સૂચવ્યું હતું.
થોડા મહિનાઓ પહેલા ્વિકી અને દિગ્દર્શકે આ ફિલ્મ માટે વાટાઘાટ કરી હતી. વિકિએ નરેશન સાંભળ્યા બાદ આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે.
વિકી પાસે હાલ શહીદ ઉધમ સિંહની બાયોપિક, કરણ જોહરની તખ્ત તેમજ એક હોરર ફિલ્મ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wMvmkk
via Latest Gujarati News
0 Comments