પીઢ અભિનેતા અનુપમ ખેર ફિલ્મસર્જકો પાસે કામ માંગી રહ્યો છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 જૂન 2019, શનિવાર

પોતાની બહેતેરીન અદાકારી માટે જાણીતા થયેલા અનુપમ ખેર પાસે હાલ કોઇ કામ નથી. ૨૫ મેના રોજ તેમણે ેકારકિર્દીના ૩૫ વરસ પૂરા કર્યા છે, પરંતુ બેકારીનો સામનો તેમને પ્રથમ વખત કરવો પડયો છે. જોકે આવી સ્થિતિમાં પણ તે પોતાને એક સક્ષમ અભિનેતા માને છે. 

અનુપમે જણાવ્યું હતું કે, ગયા ૩૫ વરસમાં કદી કોઇ વખત એવો સમય નથી આવ્યો કે,  'હું એક  દિવસ, થોડા કલાક કામ વિનાનો રહ્યો હોઉં. ૩૫ વરસથી  મને કોઇને કોઇ કામ મળી રહેતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ વિપરિત છે, જ્યારે મારી પાસે ફિલ્મ વન ડે બાદ કરતા કોઇ ફિલમ નથી. હું સ્વયંને દુનિયાનો સૌથી વધુ સક્ષમ અભિનેતા માનું છું.'

તેણે વધુમાં કહ્યું હતુ ંકે, આવું પ્રથમ વાર બન્યું છે, જ્યારે મારી પાસે કોઇ ફિલ્મ નથી. ૨૫ મે ૧૯૮૪માં મારી પ્રથમ ફિલ્મ સારાંશ રિલીઝ થઇ હતી. આ ૩૫ વરસની કારકિર્દીમાં ઘણા ચડાવ-ઉતાર જોયા છે. આજે પ્રથમ વખત એવું બન્યું છે કે મારી પાસે કોઇ ફિલ્મ નથી. બોલીવૂડના જેટલા માંધાતાઓ ફિલ્મ બનાવી રહ્યા છે, તે મારો સંપર્ક કરે, હું દરેકની ફિલ્મમાં કામ કરીશ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X3CGHr
via Latest Gujarati News

Post a Comment

0 Comments