હૃતિક રોશન બીજી વખત અમિતાભ બચ્ચનની ફિલ્મની રિમેકમાં કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 જૂન 2019, શનિવાર

ફરાહ ખાન અને રોહિત શેટ્ટી અમિતાભ બચ્ચનની સત્તે પે સત્તાની રિમેક બનાવાની યોજના કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૯૮૨માં આવી હતી. આ ફિલ્મમાં ્અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મેકર્સ હવે આ રિમેકના મુખ્ય પાત્રની પસંદગી કરી રહ્યા છે, જેમાં અમિતાભે ભજવેલ પાત્ર માટે હૃતિક રોશનનું નામ બોલાઇ રહ્યું છે. ભૂતકાળમાં પણ હૃતિકે અમિતાભની 'અગ્નિપથ'ની રિમેકમાં કામ કર્યું હતું.

 ફરાહે  હૃતિક રોશન સાથે આઇડિયા શેર કર્યો છે. એકટરન ેપસંદ પડયો છે અને કામ કરવાની તૈયારી દર્શાવી  છે. ફરાહે આજની પેઢીને ધ્યાનમાં રાખીને ફિલ્મની ેસ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો છે. આ પ્રોજેક્ટ માટે ફિલ્મ સર્જકને બિગ બી જેવા જ ટોચના કલાકારોની જરૂર છે. તેથી એમણે ભજવેલ રોલ માટે હૃતિક તેમની પ્રથમ પસંદગી છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. 

ફરાહ અને હૃતિક વચ્ચે સારા સંબંધો છે, તેમજ હૃતિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પસંદ પડી છે. જલદી જ ફિલ્મને લગતી ઔપચારિકતા પૂરી કરવામાં આવશે. આ ફિલ્મ માટે પહેલા  શાહરૂખ અને અક્ષય કુમારના નામ પણ ચર્ચાયા હતા. ફિલ્મની હિરોઇનની પસંદગી હજી બાકી છે. 

ઉલ્લેખનીય છે કે, સાત ભાઇઓની સત્તે પે સત્તા ફિલ્મ એ સમયની લોકપ્રિય ફિલ્મ હતી. જેમાં અમિતાભ અને હેમા માલિનીની જોડીએ રૂપેરી પડદે તરખાટ મચાવ્યો હતો. કોમેડીથી ભરપુર આ ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WrBysy
via Latest Gujarati News

Post a Comment

0 Comments