નવી દિલ્હી, તા. 30 જૂન 2019, રવિવાર
પશ્ચિમ બંગાળમાંથી લોકસભાની ચૂંટણી જીતનાર સૌથી ગ્લેમરસ સાંસદ અને બંગાળી ફિલ્મોની અભિનેત્રી નુસરત જહાં જ્યારથી સંસદમાં માથામાં સિંદુર અને હાથમાં બંગડીઓ અને સાડી પહેરીને પહોંચી છે ત્યારથી મુસ્લિમ કટ્ટરવાદીઓના નિશાના પર આવી છે.
કોલકાતાના બિઝનેસમેન અંકુર જૈન સાથે લગ્ન કરનાર નુસરત જહાં અંગે દેવબંદની જામિયા શેખ અલ હિંદ મદરેસાના મુખ્ય મૌલવી મુફ્તી અસદ કાસમીએ કહ્યુ છે કે, આ લગ્નને માન્યતા મળે નહી. નુસરત જહાંએ એક મુસ્લિમ ના હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, માથા પર સિંદુર અને ગળામાં મંગળસૂત્ર સાથે તે લોકસભા પહોંચી છે. આવા લગ્નને માન્યતા ના આપી શકાય.એક મુસ્લિેમે માત્ર મુસ્લિમ સાથે જ લગ્ન કરવા જોઈએ.
જોકે મૌલવીનુ નિવેદન મિડિયામાં આવ્યા બાદ નુસરતે તેનો જવાબ આપતા કહ્યુ છે કે, મને નથી ખબર કે મારા પર કોઈ ફતવો બહાર પડ્યો છે. ભારતમાં તમામ પરંપરા અને સંસ્કૃતિઓનુ સન્માન થાય છે. ભગવાનના નામ પર લોકોને કેમ વહેંચવામાં આવે છે તે સમજાતુ નથી. હું મુસ્લિમ છું અને સેક્યુલર ભારતની નાગરિક છું. મારો ધર્મ ભગવાનના નામ પર લોકોમાં ભાગલા પડાવવાની શીખ નથી આપતો.
નુસરતે કહ્યુ હતુ કે, બંગાળી બોલવાનુ અને માથા પર સિંદુર લગાવવાનુ મને પસંદ છે. મારૂ દિલ જે કહે છે તે હું કરીશ. મને એ વાતની કોઈ પરવા નથી કે ધર્મના નામ પર કોણ શું કહી રહ્યુ છે. મારી જિંદગી કેવી રીતે જીવવી તે નક્કી કરવાનો અધિકારી મારો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xj7apG
via Latest Gujarati News
0 Comments