
- એનએચએસઆરસીએલએ સ્ટેશનનો પાર્કિંગ ઝોન તથા અન્ય સુવિધા મેન્ગ્રોવ વિસ્તારની બહાર તૈયાર કરવા વિચાર્યું
મુંબઇ, તા. 30 જૂન 2019, રવિવાર
મહત્વાકાંક્ષી અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હવે અગાઉ જણાવ્યા મુજબ ૫૪ હજાર મેન્ગ્રોવ્ઝ (સુંદરી વૃક્ષો) નહીં પરંતુ ૩૨૦૪૪ મેન્ગ્રોવ્ઝ કાપવામાં આવશે. બુલેટ ટ્રેન માટે થાણે ખાતે બંધાનારા સ્ટેશનની ડિઝાઈનમાં ફેરફાર કરાયા છે જેથી શક્ય તેટલાં સુંદરી વૃક્ષો ઓછાં કાપવાં પડે.
થાણે ખાતે બાંધનારા સ્ટેશન માટેના પ્લાનમાં ફેરફાર કરી પાર્કિંગ ઝોન તથા ઉતારુઓ માટેની સુવિધાઓ મેન્ગ્રોવ્ઝના વિસ્તારમાં તૈયાર નહીં કરવાનું વિચારાયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૧ હજારથી પણ અધિક સુંદરી વૃક્ષો બચાવવા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચઆરસીએલ)એ થાણે ખાતેના સૂચિત સ્ટેશનના પ્લાનમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. થાણે સ્ટેશન માટે બાવન હજારથી અધિક સુંદરી વૃક્ષો કાપી નખાશે એવું અગાઉ જાહેર થયું તે બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે આ વૃક્ષોના ભવિષ્ય બાબતે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
પર્યાવરણ મંત્રાલયે પ્રોજેક્ટ માટે મંજૂરી આપતી વખતે મેન્ગ્રોવ્ઝ પરની વિનાશક ઓછી થાય તે માટે થાણે સ્ટેશનની ડિઝાઈન અથવા તેના સ્થાન માટે ફરીથી વિચારણા જોવા અમને કહ્યું હતું. પરંતુ સ્ટેશનનું સ્થાન બદલવું યોગ્ય વિકલ્પ ન હતો એમ એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેકટર અચલ ખરેએ કહ્યું હતું.
બુલેટ ટ્રેન માટેનું થાણે સ્ટેશન થાણે ખાડીની નજીક મેન્ગ્રોવ્ઝના વિસ્તારમાં બાંધવાની દરખાસ્ત છે. ખરેએ વધુમાં કહ્યું હતું કે અમે સ્ટેશનની ડિઝાઈનમાં ફેરફાર કરીને એવો નિર્ણય કર્યો છે કે સ્ટેશનનો પ્લેટફોર્મ સહિતનો એલિવેટેડ (જમીનથી અધ્ધર) વિસ્તાર મેન્ગ્રોવ્ઝ ઝોનમાં બાંધવામાં આવશે જ્યારે પાર્કિંગ ઝોન અને ઉતારુઓ માટેની અન્ય સુવિધાઓ મેન્ગ્રોવ્ઝ વિસ્તારની બહાર રખાશે. જેથી ઓછી સંખ્યામાં આ વૃક્ષો કાપવાં પડે. ડિઝાઈનમાં ફેરફાર સાથે ૨૧ હજારથી અધિક વૃક્ષો બચી જશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XcOKSs
via Latest Gujarati News
0 Comments