
મુંબઇ,તા. 21 જુલાઈ 2019, રવિવાર
આલિયા ભટ્ટે ફક્ત છ વરસની ફિલ્મની કારકિર્દીમાં અધધધ સફળતા પ્રાપ્ત મેળવી છે. આજે તેને મોં માંગ્યુ મહેનતાણું મળી રહ્યું છે. હાલમાં જ સમાચાર હતા કે, આલિયા ભટ્ટે મુંબઇના જુહુ વિસ્તારમાં પોતાની કમાણીમાંથી ફ્લેટ લીધો છે. આલિયા બે વરસથી આ ફ્લેટની સજાવટમાં વ્યસ્ત હતી અને હવે તે નવા ઘરમાં રહેવા જવાની છે.
આલિયા સાથે તેની બહેન શાહીન પણ રહેવાની છે. આલિયાએ સોશિયલ મીડિયા પરએક વીડિયો શેયર કરીને આ વાતની જાણકારી આપી છે. આલિયાએ જણાવ્યું હતું કે, '' હું પહેલી વખત એવા ઘરમા ંરહેવા જઇશ જેને મેં મારી મહેનતના પૈસાથી ખરીદ્યું છે. ત્યાંની એકએક ચીજ પર મેં અંગત રીતે ધ્યાન આપ્યું છે. મારી સાથે મારી બહેન શાહીન પણ રહેવાની છે. તે મારી અને માતાના ઘર વચ્ચે અવર-જવર કરતી રહેશે.''
આલિયાએ વધુમાં કહ્યું હતુ કે,તેની બહેને તેને ઘરના ઇન્ટિરિયિરમાં બહુ મદદ કરી હતી. તેણે એક-એક ચીજો ઓનલાઇન ઓર્ડર કરી છે. આ ઘરની સજાવટ પાછળ તે બે વરસથી મહેનત કરી છે.
આલિયાએ મુંબઈના જુહુ એરિયામાં રૂપિયા ૧૩ કરોડનું ઘર ખરીદ્યું છે. જોકે આ જગ્યાની અસલ કિંમત તો રૂપિયા ૭.૮૬ કરોડ જ છે. આલિયાએ આ ઘરની સજાવટ માટે છ કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચ્યા છે. આ ફ્લેટ ઉપરાંત આલિયા પાસે જુહુમાં જ બે ઘર છે. જે તેણે ૨૦૧૫માં ખરીદ્યા હતા. તેમાંથી એકની કિંમત રૂપિયા પાંચ કરોડ અને સોળ લાખ છે જ્યારે બીજા ઘરની કિંમત રૂપિયા ત્રણ કરોડ ૮૩ લાખ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M4Bfm8
via Latest Gujarati News
0 Comments