
(પીટીઆઇ) શ્રીનગર, તા. 21 જુલાઇ, 2019, રવિવાર
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે એક વિવાદીત નિવેદન કરતાં તેના ગંભીર પડઘા પડયા હતા. તેમણે આજે કહ્યું હતું કે આતંકીઓએ નિર્દોષ નાગરિકોને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને જ મારી નાંખવા જોઇએ જેમણે વર્ષોથી કાશ્મીરને લૂંટયું હતું.'
આ છોકરાઓએ બંદુકો હાથમાં લીધી અને આપણા જ લોકોને મારે છે. તેઓ પોલીસ અને સેનાના જવાનોને મારે છે. તમે શા માટે તેમની હત્યા કરો છો? જેમણે વર્ષોથી કાશ્મીરના ધનની લૂંટ કરી છે તેમને મારોને. શું તમે એ પૈકી કોઇ એકની પણ હત્યા કરી છે?
રાજ્યપાલે કહ્યું હતું કે બંદુકથી ક્યારે પણ સમસ્યાનું સમાધાન થતું નથી.' મૂક્તિ વ્યાગ્રો નામનું એક સંગઠન શ્રીલંકામાં હતું અને તેને લોકોનો સાથ પણ મળતો હતો, પરંતુ એનું શું થયું? અંતે એ પણ નાબુદ થયું'એમ તેમણે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O8yTFm
via Latest Gujarati News
0 Comments