છત્તીસગઢમાં બે નક્સલીઓનું આત્મસમર્પણ


(પીટીઆઈ) દાંતેવાડા, તા. 21 જુલાઇ, 2019, રવિવાર

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં બે નક્સલીઓએ ખોખલી માઓવાદી વિચારધારા તથા જંગલના કઠિન જીવનથી કંટાળીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે અને મુખ્ય ધારામાં રહીને સાર્થક જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

હિદમા માંડવી અને મંગૂ માંડવી નામના બે નક્સલીઓએ શનિવારે સાંજે દાંતેવાડાના પોલીસ અધીક્ષક અભિષેક પલ્લવ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું  હતું.

હિદમા માંડવી 1997માં ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવેલા સંગઠન સીપીઆઈ(એમ)નો સદસ્ય હતો અને જિલ્લામાં બળવાખોરોની સપ્લાય ટીમના ઈનચાર્જ તરીકે કામ કરતો હતો. 2017ની સાલમાં તે માઓવાદીઓ માટે કપડા અને વિસ્ફોટક સામાનની ખરીદી કરી રહ્યો હતો તે સમયે પોલીસે તેની ધરપકડ કરી હતી.

ત્રણ મહિનાની જેલની સજા કાપ્યા બાદ તે બહાર આવ્યો ત્યાર બાદ વરિષ્ઠ બળવાખોરોએ તેને સપ્લાય ટીમના ઈનચાર્જ તરીકેની જવાબદારી સોંપી હતી. હિદમા માટે ત્રણ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલું હતું જ્યારે અન્ય નક્સલી ઘુમિયાપલ ગામમાં માઓવાદીઓની સાંસ્કૃતિક શાખા તરીકે કાર્યરત ચેતના નાટય મંડળીનો સદસ્ય હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32zvrXo
via Latest Gujarati News

Post a Comment

0 Comments