વિવાદાસ્પદ લેખિકા તસ્લિમા નસરિનને વધુ એક વર્ષ ભારતમાં રહેવાની પરમીટ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 21 જુલાઇ, 2019, રવિવાર

વિવાદાસ્પદ લેખીકા તસ્લીમા નસરિનના નિવાસી પરમીટને કેન્દ્ર સરકારે એક વર્ષ માટે લંબાવ્યો હતો, એમ એક અધિકારીએ કહ્યું હતું.સ્વીડનની નાગરિક તસ્લીમાને 2004થી સતત નિવાસી પરમીટ અપાય છે.ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે તસ્લીમાનો નિવાસી પરમીટ એક વર્ષ વધુ લંબાવવામાં આવતા તે 2020 સુધી ભારતમાં રહી શકશે.

56 વર્ષની લેખીકાને ગયા સપ્તાહે ત્રણ મહિનાની નિવાસી પરમીશન આપવામાં આવી હતી, પરંતુ તેમણે ટ્વિટર પર ગૃહ મંત્રી અમીત શાહને એક  વર્ષ વધુ પરમીટ લંબાવવાની વિનંતી કરી હતી.

'અમીત શાહજી મારી નિવાસી પરમીટ આપવા બદલ આપનો આભાર. પણ મને નવાઇ લાગી કે માત્ર ત્રણ જ મહિનાનું પરમીટ આપ્યું. મેં તો પાંચ વર્ષ માટે પરમીટ માગી હતી, પરંતુ મને હમેંશા એક વર્ષની જ મંજૂરી અપાય છે. રાજનાથજીએ મને ખાતરી આપી હતી કે મને 50 વર્ષ સુધી એકેસટેન્શન મળશે. ભારત એ મારૂં ઘર છે, મને ખાતરી છે કે તમે મને બચાવશો'એમ તસ્લીમા એ લખ્યું હતું.

' દર વખતે હું પાચ વર્ષ માટે પરમીટ આપવા અરજી કરૂ છું. મને એક વર્ષનું અપાય છે. આ વખતે મેં પાંચ વર્ષ માટે અરજી કરી હતી, પણ મને માત્ર ત્રણ જ મહિનાનું પરમીટ અપાયું હતું. આશા છે આ વખતે આપ ઓછામાં ઓછા એક વર્ષનું એક્ટેન્શન આપશો'એમ 17 જુલાઇએ તસ્લીમા નસરિને કહ્યું હતું. એક વર્ષનું એકેસટેન્શન મળ્યા પછી તસ્લીમાએ ફરીથી ટ્વિટર પર પરમીટ લંબાવવા લખ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OaUoWb
via Latest Gujarati News

Post a Comment

0 Comments