બ્રિટનમાં ફરજ પર પોર્નોગ્રીફી ચેનલ ખરીદનાર ભારતીય મૂળનો કોન્સ્ટેબલ દોષિત


લંડન, તા. 21 જુલાઇ, 2019, રવિવાર

ભારતીય મૂળના સ્કોટલેન્ડ યાર્ડના એક પોલીસ કેન્સટેબલે 2018માં ફરજ પર હોવા છતાં જાહેર કેબલ ટીવીના એક સભ્યના નંબરનો ગેરકાયદે ઉપયોગ કરી પ્રોનોગ્રાફી ચેનલ ખરીદવા ફ્રોડ કર્યો હોવાની કબુલાત કરી હતી. 44 વર્ષના કોન્સેટબેલ અવિ મહારાજે વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં છેતરપીંડીની કબુલાત કરતાં છટ્ટી ઓગસ્ટે તેને સજા અપાશે. ઇન્ડીપેન્ડન્ટ ઓફિસ ફોર પબ્લીક કોન્ડીક્ટ દ્વારા કરાયેલા તપાસમાં ખરીદીના આરોપ નકાર્યો હતો.

 લંડનના વાન્ડસવર્થ પરા અર્લ્સફિલ્ડ સ્થિત મહારાજ ફેબુ્રઆરી, 2018માં એક બાળકનું મોત થયાં ત્યાં ફરજ પર હતો એ વખતે એણે મકાન માલિકના ખાતાનો ઉપયોગ કરી પોર્નોગ્રાફી ચેનલ ખરીદી હતી.મકાન માલિક ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે મહારાજ એક અન્ડરકવર એજન્ટની રાહ જોતો હતો. કોઇ વ્યક્તિએ ફરીયાદ કરતાં સપ્ટેમ્બરમાં આ કેસ ઓફિસ ફોર પબ્લીક કોન્ડીક્ટને સોંપાયો હતો.

'અમને એવા પુરાવા મળ્યા હતા કે પોર્નોગ્રાફી ચેનલ ખરીદી ત્યારે ત્યાં એક માત્ર મહારાજ હતો જેના 25.96 પાઉન્ડ ભરવા પડયા હતા. અમને એવું પણ જાણવા મળ્યું હતું કે પોતાના ગુનાને છુપાવવા માટે એણે હાજરી પત્રકમાં પણ ચેડાં કર્યા હતા'એમ અધિકારી સાલ નસીમે કહ્યું હતું. મહારાજની આ હરકત અત્યંત આઘાતજનક હતી અને ખાસ તો એટલા માટે કે મકાન માલિકની ગેરહાજરીમાં એ મકાનની રક્ષામાં તૈનાત કરાયો હતો.

મહારાજની આ હરકત એટલા માટે પણ નિંદનીય હતી કે જે મકાનમાં અચાનક જ પરિવારાનો કોઇનું મૃત્ય થયું હતું ત્યાં જ એણે આવી બેશરમ કૃત્ય કર્યું હતું, એમ નસીમે કહ્યું હતું. તપાસમાં એવુ પણ જાણવા મળ્યું હતું કે પોર્નોગ્રાફી ચેનલ ખરીદી ત્યારે એ મકાનમાં મહારાજ એકલો જ હતો અને અન્યના ખાતાનો દુરૂપયોગ કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M3KkLS
via Latest Gujarati News

Post a Comment

0 Comments