કશ્મીરમાં કન્યાશિક્ષણ અને સ્વાસ્થ્યનો પ્રચાર કરે છે મહિલા અધિકારી

શ્રીનગર, તા. 6 જુલાઇ 2019, શનિવાર

સતત હિંસાગ્રસ્ત રહેલા જમ્મુ કશ્મીરમાં એક મુસ્લિમ મહિલા આઇએએસ અધિકારી દીકરીઓને ભણાવવા સતત પ્રચાર કરે છે અને રૂઢિચુસ્ત મુસ્લિમ માતાપિતાને સમજાવતી ફરે છે.

આ મહિલા 33 વર્ષની સૈયદ સેહરિશ અસગરને જે જિલ્લા અધિકારી તરીકે મોટા ભાગની સરકારી સ્કૂલોમાં જાતે ફરીને તેમજ સ્થાનિક પરિવારોમાં માતાપિતાને મળીને તેમની પુત્રીને ભણાવવા સમજાવે છે. એથી પણ આગળ વધીને છોકરીઓમાં સેનિટરી નેપકીન્સ અને માસિક ધર્મના ચાર દિવસ પૂરા થયા બાદ એ નેપકીન્સને જલાવી દેવા ઇન્કેબેટર શી રીતે વાપરવું એની સમજ પણ આપે છે. 

એ પોતે પણ સ્કૂલ કૉલેજોમાં ભણતી યુવતીઓને મળે છે અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એની સમજ આપે છે. ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં લોકો જ્યાં આ વિષયની વાત કરતાં પણ સંકોચ અનુભવે છે ત્યાં સૈયદ સેહરિશ અસગર જાતે લોકોને મળીને સમજાવતાં ફરે છે. આ વિસ્તારમાં સક્રિય મુસ્લિમ મહિલા અધિકારી આ એકમાત્ર સરકારી અધિકારી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JtBvb4
via Latest Gujarati News

Post a Comment

0 Comments