પાકિસ્તાનનો પૂંચ અંકુશ રેખા પર ભારે મોર્ટાર મારો : બે જવાન શહિદ, ત્રણ ઘાયલ


પૂચ, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરમાં વિદેશી રાજદૂતો સિૃથતિની સમિક્ષા માટે આવ્યા છે તેવા સમયે જ પાકિસ્તાને ફરી એક વખત પૂંચ જિલ્લામાં અંકુશ રેખા નજીક ગુલપુર સેક્ટરના કસલિયાં ગામમાં યુદ્ધવિરામનો ભંગ કરતાં મોર્ટાર મારો કર્યો હતો અને ભારતીય ફોરવર્ડ પોસ્ટને નિશાન બનાવતાં ગોળીબાર કર્યો હતો.

ભારતીય જવાનો તેમની પોઝીશન લઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે તે પહેલાં જ એક પોસ્ટથી બીજી પોસ્ટ પર સામાન લઈ જઈ રહેલાં પાંચ પોર્ટર પાકિસ્તાનના ગોળીબારની ઝપેટમાં આવી ગયા, જેમાંથી બેનાં મોત નીપજ્યાં જ્યારે ત્રણને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સૃથાનિક લોકોનું કહેવું છે કે ભારતીય જવાનોની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની પોસ્ટને ઘણું નુકસાન પહોંચ્યું છે. અનેક પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હોવાની પણ આશંકા છે.

સૈન્ય સૂત્રોએ કહ્યું કે શુક્રવારે સવારે 11 વાગ્યે કસાલિયાંમાં સૈન્યની ફોરવર્ડ પોસ્ટ પરથી સામાન લઈને કેટલાક પોર્ટર બીજી પોસ્ટ તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક પાકિસ્તાને ગોળીબાર શરૂ કરી દીધો. પહેલા તો લાગ્યું કે કોઈ આઈઈડી વિસ્ફોટ થયો છે. પરંતુ જવાન તેમની મદદ માટે આગળ વધે તે પહેલાં પાકિસ્તાને તીવ્ર ગોળીબાર કર્યો.

દરમિયાન ભારતીય જવાનોએ પણ તેમની પોઝીશન લઈ લેતાં પાકિસ્તાની પોસ્ટને નિશાન બનાવતાં ગોળીબાર શરૂ કરી દીધો. દરમિયાન ઈજાગ્રસ્ત પોર્ટર્સને તુરંત રાજૌરીની જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અંકુશ રેખા પર બંને બાજુથી ગોળીબાર થવાના કારણે સૃથાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો છે. 

દરમિયાન પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતું રહે છે. કાશ્મીર ખીણમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસૃથા આઈએસઆઈ અને સૈન્યે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર મોટી સંખ્યામાં અફઘાની અને તાલિબાની લોન્ચપેડ તૈયાર કર્યા છે હોવાનો બીએસએફે દાવો કર્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ કેટલાક ઈનપુટ પૂરા પાડયા છે, જેમાં આતંકીઓ પશ્તુન ભાષામાં વાત કરી રહ્યાં છે. એટલું જ નહીં આ આતંકીઓને પાકિસ્તાનનું સૈન્ય તેના કોંક્રિટ બન્કરોમાં આશરો આપી રહ્યું છે.

પાકિસ્તાન બરફ પીગળ્યા પછી માર્ચ-એપ્રિલમાં આ આતંકીઓની મોટી સંખ્યામાં કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરાવી શકે છે. તાજેતરમાં ગુપ્તચર એજન્સીઓને કેટલાક એવા પુરાવા મેળ્યા છે, જેમાં પાકિસ્તાન જૈશના આતંકીઓનું બ્રેઈન વોશ કરી રહ્યું હોવાનું જોવા મળે છે. તેના માટે જૈશના પ્રમુખ મસૂદ અઝહર, તેના ભાઈ અબ્દુલ રઉફના ઓડિયો, વીડિયોનો ઉપયોગ કરાયો છે. આ અહેવાલ મુજબ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કામ કરતાં તહરીક-એ-તાલિબાનના આતંકીઓનો કાશ્મીર ખીણમાં ઉપયોગ કરી શકે છે.

શ્રીનગરમાં સીઆરપીએફના જવાનનું ફરજ પર મોત

શ્રીનગર, તા. 10

શ્રીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક જવાનનું ફરજ પર મોત નીપજ્યું હતું. મધ્ય પ્રદેશના ભીંડના નિવાસી જિતેન્દ્ર સિંહ ભદોરિયાનું શુક્રવારે સવારે શ્રીનગરના ચર્ચ લેન વિસ્તારમાં ફરજ નિભાવતી વખતે મોત નીપજ્યું હતું.

જોકે, તેના મોતનું કારણ તાત્કાલીક જાણી શકાયું નથી. સીઆરપીએફના અધિકારીઓના જણાવ્યા મુજબ પરંપરાગત કોલસાના હીટર પર પડી ગયા પછી ભદોરિયા દાઝી ગયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા.

હૃદય રોગના હુમલાના કારણે અથવા એસ્ફિક્સિએશન અથવા અન્ય કોઈ કારણસર ભદોરિયાનું મોત થયું તે તાત્કાલિક જાણી શકાયું નથી. પરંતુ તે બુખારી જે ઠંડીના સમયમાં ગરમી મેળવવાનું પરંપરાગત સાધન છે, તેના પર પડેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. તેમના પર દાઝી જવાના નિશાન જોવા મળ્યા હતા તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ડ્રોન સાથે વોકીટોકી અને રોકડ પણ જપ્ત કરાયા

પાક.ના કાવતરાંનો પર્દાફાશ : પંજાબ સરહદે ડ્રોનથી હથિયાર મોકલ્યા

પંજાબ પોલીસે શુક્રવારે પાકિસ્તાનના મોટા કાવતરાંનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન ભારતમાં મોટા હુમલા કરવાની ફિરાકમાં હતું.  પંજાબની સરહદ પોલીસના એક ઓપરેશનમાં પાકિસ્તાન દ્વારા મોકલાયેલા બે ડ્રોન પકડી લેવાયા હતા.

ડ્રોન સાથે બોક્સ પણ હતું, જેમાં બે વોકી ટોકી, હથિયાર અને 6 લાખની રોકડ સહિતનો સામાન મોકલાયો હતો. પંજાબ પોલીસે ભારત અને પાકિસ્તાન સરહદે તરનતારન સેક્ટરમાં ત્રણ હેન્ડલર્સની પણ ધરપકડ કરી છે. તેઓ પાકિસ્તાનથી મોકલાયેલા ડ્રોન હેન્ડલ કરતા હતા.

પંજાબના ડીજીપીએ કહ્યું કે અમે ભારત-પાકિસ્તાન સરહદેથી ત્રણ ડ્રોન લોન્ચર્સને પકડયા છે. અમે સરહદ પરથી બે ડ્રોન અને હરિયાણાના કરનાલમાંથી એક ડ્રોન પકડયું હતું. પાકિસ્તાન પ્રી-પ્રોગ્રામ્ડ ડ્રોન મારફત સરહદ પારથી આતંકી હુમલો કરવાનું નવું કાતરૂં રચી શકે છે. 

સરકાર આધુનિક બંકરો પણ બનાવી રહી છે : બીએસએફ

પાક. સરહદે જૂના તારના બદલે નવા એન્ટી કટ ફેન્સિંગ તાર લગાવાશે

ભારત સરકારે દેશની સરહદોને દુશ્મનોથી સલામત રાખવા માટે જૂના તારની વાડ હટાવવા અને તેની જગ્યાએ નવી લોખંડની દિવાલ સમાન મજબૂત એન્ટી કટ ફેન્સિંગ લગાવવાની તૈયારી કરી છે. 

સૂત્રો મુજબ નવા એન્ટી કટ તાર વધુ મજબૂત હશે અને તેને સરળતાથી કાપી શકાશે નહીં. સરહદ પર આ નવી વ્યવસ્થા 'લોખંડની દિવાલ' સમાન પુરવાર થશે. સરકાર સરહદ પર સલામતી વ્યવસ્થા સતત મજબૂત કરી રહી છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા નજીક અનેક ગામમાં કોંક્રીટના બંકર બનાવવામાં આવી રહ્યા છે. અંકુશ રેખા નજીક અત્યાર સુધીમાં 1838 બંકરો બનાવી દીધા છ, જેમાંથી 1152 રાજૌરી ડિવિઝનમાં જ્યારે 686 નૌશેરા ડિવિઝનમાં છે. એક રિપોર્ટ મુજબ આ વિસ્તારોમાં 1745 વ્યક્તિગત અને 147 સામુહિક બંકરો બનાવવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tc5ueh
via Latest Gujarati News

Post a Comment

0 Comments