કર્ણાટકમાં રાજકીય હલચલ તેજ, નારાજ ધારાસભ્યોને મળ્યા સિદ્ધાંરમૈયા


નવી દિલ્હી, તા. 07 જુલાઇ 2019, રવિવાર

કર્ણાટકમાં રાજકિય હલચલ તેજ બની છે. કોંગ્રેસ-JDSના 13 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ રાજકિય સંકટ વચ્ચે આ ધારાસભ્યોને મુંબઇની હોટલમાં રાખવામાં આવ્યા છે. હજી સુધી તેમનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું નથી ત્યારે હવે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં લાગી છે. નારાજ ધારાસભ્યોને કોંગ્રેસના નેતા સિદ્ધાંરમૈયા અને કેસી વેણૂંગોપાલ મળ્યા. તેમણે નારાજ ધારાસભ્ય સૌમ્યા રેડ્ડી અને અંજલી નિમ્બાલકરને રાજીનામું નહી આપવાની અપીલ કરી.

જ્યારે બીજી તરફ એચડી કુમારસ્વામીના રાજકિય સચિવ આ વિશે ચર્ચા કરવા એચડી દેવગૌડાને મળવા પહોંચ્યા છે. તેઓ હાલની સ્થિતીને કંટ્રોલમાં કરવા અંગે ચર્ચા વિચારણા કરી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનની સરકારને ઝટકો આપતા 13 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના કાર્યાલયમાં પોતાના રાજીનામાં આપ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલમાં લાગેલી કોંગ્રેસે બાગી ધારાસભ્યોને મુંબઇની એક હોટલમાં રાખ્યા છે.

જ્યારે આ મામલે બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, હું પાર્ટીના સાંસદો સાથે તુમકુર જઇ રહ્યો છું અને સાંજે 4 વાગ્યે આવી જઇશ. અહીં રાજનીતિમાં શુ ચાલી રહ્યું છે, તમે સૌ જાણો છો. હાલ રાહ જુઓ. સિદ્ધાંરમૈયા અને એચડી કુમારસ્વામીએ શુ કહ્યું તેના પર હું કંઇ બોલવા નથી માંગતો. હું આ મામલામાં ક્યાંય નથી. હાલ આપણે રાહ જોવી જોઇએ.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FX3LSI
via Latest Gujarati News

Post a Comment

0 Comments