PM મોદીએ વારાણસીમાં BJPના સભ્યપદ અભિયાનની શરૂઆત કરી

નવી દિલ્હી, તા. 6 જુલાઈ 2019 શનિવાર

બીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ભાજપના સભ્યપદ અભિયાન સહિત કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી બજેટ વિશે પણ પોતાના વિચાર રજૂ કરશે.

- PM મોદીએ વારાણસીમાં ભાજપના રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી.

- વડાપ્રધાન મોદી સવારે 9:55 પર વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચ્યા. જે બાદ સવારે 10:10 પર વડાપ્રધાન મોદી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફૂટ ઉંચી અને 70 લાખની બનેલી ધાતુ પ્રતિમાનું અનાવરણ કર્યુ.

- વડાપ્રધાને ટ્વીટ કરતા જણાવ્યુ 11:30 વાગે હું વારાણસી ભાજપના સભ્યપદ અભિયાન કાર્યક્રમને કાર્યક્રમને સંબોધિત કરીશ. આ ભાષણના દરમિયાન હું બજેટ અને આવનાર વર્ષોમાં ભારત વિકાસ પથ વિશે પોતાના વિચાર રજૂ કરીશ.

- પ્રતિમા અનાવરણ બાદ મોદી સવારે 10:25 પર માર્ગથી હરહુઆ આવેલા પ્રાથમિક વિદ્યાલય કેમ્પસ પંચકોશી માર્ગ પર નવગ્રહ વાટિકામાં પીપળાનું વૃક્ષ રોપ્યુ.

- સવારે 10:45 પર વડાપ્રધાન હરહુઆથી રવાના થઈને માર્ગથી લાલપુર આવેલા દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલ પહોંચશે.

- 11:20 પર વડાપ્રધાન મોદી ભાજપના રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

- જે બાદ વડાપ્રધાન મોદી હેલિપેડ પર પહોંચશે, જ્યાંથી તે હેલિકૉપ્ટરથી પોલીસ લાઈસન્સ માટે રવાના થશે. બપોરે 12:30 પર વડાપ્રધાન મોદી વારાણસી પોલીસ લાઈસન્સ પહોંચશે

- તે દશાશ્વમેઘ ઘાટની નજીક બનેલા વર્ચ્યુઅલ મ્યુઝિયમનું નિરીક્ષણ કરશે.

- બપોરે 1:00 વાગે વડાપ્રધાન મોદી અહીંથી રવાના થશે

- વારાણસી પોલીસ લાઈસન્સ પહોંચીને હેલિકૉપ્ટરથી સીધા લાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ પહોંચશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FWkQfr
via Latest Gujarati News

Post a Comment

0 Comments