'ક્રિષ' સિરીઝની આગામી ફિલ્મમાં દીપિકા મુખ્ય અભિનેત્રી હોવાની ચર્ચા

મુંબઇ, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર

હૃતિક રોશની ફિલ્મ 'વોર' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ છે. તે હવે પિતાની ફિલ્મ 'ક્રિષ ૪'ની તૈયારી કરી રહ્યો છે. આ વખતે આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પદુકોણ જોડી જમાવાની હોવાની ચર્ચા છે. જોકે આની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

સૂત્રની આ વાતને સાચી માનીએ તો, આવું પહેલી વખત થશે કે દીપિકા અને હૃતિક રૂપેરી પડદે પ્રથમ વખત જોવા મળશે. દીપિકાનો 'ક્રિષ'માટે સંપર્ક કરવામાં આવ્યો છે, અને તેણે કામ કરવાની હા પાડી છે.'ક્રિષની ત્રણેય સિરીઝમાં હૃતિક સાથે પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું. છેલ્લી વખત તો કંગના રનોત પણ જોવા મળી હતી. હૃતિક અને તેના પિતા રાકેશ રોશન દીપિકાને હવે આ રોલ માટે લેવા ઇચ્છે છે.  ક્રિષની વાર્તાને નિર્માતા-દિગ્દર્શક આગળ વધારવા ઇચ્છે છે. આ ફિલ્મની શરૂઆત ' કોઇ મિલ ગયા' થી થઇ હતી. આ પછી સતત ચાલી રહી છે.  રાકેશ રોશનને કેન્સર જેવી ગંભીર બીમારી થવાથી આ ફિલ્મ લંબાઇ રહી છે. 

કહેવાય છે કે, રાકેશ રોશન હવે સાજો થઇ ગયો છે અને આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RuypsP
via Latest Gujarati News

Post a Comment

0 Comments