નવી દિલ્હી તા.27 જાન્યુઆરી 2020, સોમવાર
સેન્ટ્રલ માલીમાં ચાલી રહેલા એક લશ્કરી શિબિર પર અચાનક ત્રાટકેલી જિહાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 18 માલી સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ મળ્યા હતા.
માલીના સશસ્ત્ર દળોએ ટ્વીટર પર આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે અમારા 19 સૈનિકો માર્યા ગયા છે અને પાંચને ગંભીર ઇજા થઇ હતી.
આતંકવાદીઓ ઓચિંતા મોટર બાઇક પર ધસી આવ્યા હતા અને આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. માલીનું લશ્કર હુમલાનો વળતો જવાબ આપે એ પહેલાં તો તેમના સંખ્યાબંધ સૈનિકો માર્યા ગયા હતા.
આજે સોમવારે સવારે સાત વાગ્યે એકસોથી વધુ આતંકવાદીઓ ધસી આવ્યા હતા અને તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા.
માલીના લશ્કરી પ્રવક્તાએ કહ્યું કે એક વિમાન દ્વારા અમે ઘટના સ્થળનો ક્યાસ કાઢી રહ્યા હતા. આસપાસના વિસ્તારોમાં પણ નાકા બંધી કરવામાં આવી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TY5tuX
via Latest Gujarati News
0 Comments