J&K: સેનાને મળી સફળતા, લશ્કર-એ-તૈયબનો આતંકવાદી ઝડપાયો

  શ્રીનગર તા.28 જાન્યુઆરી 2020, મંગળવાર

જમ્મુ કશ્મીરમાં સિક્યોરિટી દળોએ  છેલ્લા ચોવીસ કલાકમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી હતી. સોમવારે બાંદીપોરા જિલ્લામાં એક આતંકવાદીને ઠાર કરાયો હતો જ્યારે આજે મંગળવારે સવારે બારામુલ્લા જિલ્લાના અંદ્રેગામ પટ્ટનથી લશ્કર-એ-તૈયબનો બીજો એક આતંકવાદી જીવતો ઝડપાયો હતો.

પ્રવક્તાએ જણાવ્યા મુજબ 19 વર્ષના આ આતંકવાદીની ઓળખ સાજિદ ફારુખ ડાર તરીકે મળી હતી. એ બારામુલા વિસ્તારનો રહેવાસી છે.

સોમવારે રાત્રે અનંતનાગ જિલ્લાના બીજબહેરા વિસ્તારમાં એક આતંકવાદીને સિક્યોરિટી દળોએ ઠાર કર્યો હતો.એની ઓળખ શાહીદ અહમદ તરીકે કરાઇ હતી અને એ હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી હતો. એની પાસેથી ભારે સંખ્યામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37AKwKC
via Latest Gujarati News

Post a Comment

0 Comments