પાક.માં ઝેરી ગેસ લીક થયો : છનાં મોત, 100થી વધુ સારવાર હેઠળ


કરાચી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

પાકિસ્તાનના કરાચી બંદરે સામાન ઉતારતી વખતે ઝેરી ગેસ લીક થયો હતો. લીક થયેલો ગેસ પરમાણુ ગેસ હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ હતી. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયા હતા. 100 કરતાં વધુને હોસ્પિટલમાં તુરંત સારવાર આપવામાં આવી રહી છે.

કરાચીના કેમારી વિસ્તારમાં ઝેરી ગેસ લીક થયો હતો. બંદરે કાર્ગોમાંથી સામાન ઉતારતી વખતે આ દુર્ઘટના બની હતી એવું પોલીસે કહ્યું હતું. ઝેરી ગેસથી ગૂંગળાઈને 6નાં મોત થયા હતા. એમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થતો હતો. તેની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.100 જેટલાં અસરગ્રસ્તનો તાત્કાલિક હોસ્પિટલમા ંદાખલ કરાયા હતા. એ લોકોએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી.

આ ઝેરી ગેસ બીજું કંઈ નહીં, પરંતુ પરમાણુ ગેસ હોવાની અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં, ગેસથી સાથે કોઈ ભેદી વાયરસ પણ લીક થયો હોવાની અફવા ફેલાઈ હતી. તે પછી લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. આખાય શહેરમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પાકિસ્તાન સરકારના મત્સ્યઉદ્યોગ મંત્રીએ આ ઘટના પછી તપાસના આદેશ આપ્યા હતા.

સરકારે ગેસને આગળ વધતો અટકાવવા માટે ન્યૂક્લિયર બિલિકલ કેમિકલ ડેમેજ ટીમને કામ સોંપ્યું હતું. રસાયણો ઉતારતી વખતે ઝેરી ગેસ લીક થયાનું હાજર લોકોએ કહ્યું હતું. ઘટના ચોક્કસ કેવી રીતે બની તે બાબતે ભારે અવઢવ હતી. કરાચી બંદરના અિધકારીઓએ કહ્યું હતું કે આ ઘટના કાર્ગોમાંથી સામાન ઉતારતી વખતે બની હોવાની કોઈ જાણકારી નથી.

બીજી તરફ અહેવાલો એવા પણ રજૂ થયા હતા કે શાકભાજીના કન્ટેનરમાંથી આ ગેસ બહાર આવ્યો હતો. કરાચીમાં આ ઘટના પછી ભારે અફવાઓ ફેલાઈ હતી. કોઈ ગંભીર વાયરસ શહેરમાં છોડવામાં આવ્યો હોવાની દહેશત ફેલાઈ હોવાથી લોકો ભયભીત બન્યા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/323jRny
via Latest Gujarati News

Post a Comment

0 Comments