
બેઇજિંગ, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર
ચીને દાવો કર્યો છે કે કોરોના વાઇરસમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતા મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બે દિવસ પહેલા અત્યાર સુધીમાં કુલ 1500 લોકો કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા હતા જે આંકડો હવે વધીને 1665ને પાર પહોંચી ગયો છે.
ચીનના નેશનલ સ્વાસ્થ્ય કમિશને દાવો કર્યો હતો કે દેશભરમાં કોરોનાના વધુ 2009 કેસો સામે આવ્યા છે. જોકે અગાઉ કરતા કેસો વધવાની ગતી ધીમી પડી છે. હુબેઇ અને વુહાનમાં સૌથી વધુ અસર હોવાથી ત્યાં નવા 1843 કેસો સામે આવ્યા છે.
જેને પગલે હાલ ટોટલ 66 હજારથી પણ વધુ લોકોને કોરોના નાઇરસની અસર થઇ છે. જોકે ચીન સરકારે દાવો કર્યો છે કે સારવારમાં સફળતા મળી રહી હોવાથી ટોટલ નવ હજાર લોકોને હોસ્પિટલમાંથી સારા થઇ ગયા હોવાથી ડિસચાર્જ કરી દેવાયા છે અને રજા આપી દેવામાં આવી છે.
સૌથી વધુ કોરોના નાઇરસની અસર હતી તે પ્રાંતમાં હાલ વાઇરસ પ્રભાવીત લોકોની સંખ્યા ઘટી રહી છે કેમ કે સારવાર સફળ થઇ રહી છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે અમે આ વાઇરસ ન માત્ર ચીન સાથે સમગ્ર વિશ્વમાં ફેલાતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2STwopH
via Latest Gujarati News
0 Comments