
રિયાધ, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર
સાઉદી અરેબિયામાં દુષ્કર્મ કરી રહેલા બોસને રોકવા ઇન્ડોનેશિયન મહિલાએ હુમલો કરતા તેના મૃત્યુ થયું હતું. જેથી આ મહિલાને હત્યાના ગુના હેઠળ દોષિત ઠેરવી ફાંસી આપી દેવામાં આવી છે. પરિવારજનો કે ઇન્ડોનેશિયન દૂતાવાસને જાણ કર્યા વગર સાઉદી અરેબિયાની સરકારે અ મહિલાને ફાંસી આપી દેતા ઇન્ડોનેશિયમાં ઠેર-ઠેર સાઉદી અરેબિયા સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
આ ઉપરાંત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સાઉદી અરેબિયાના વિદેશમંત્રી અદલ અલ જુબેરને ફોન કરી નારાજગી વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયામાં કામ કરતી ઇન્ડોનેશિયન મહિલા તુતી તુરસીલવતી સાઉદી અરેબિયાના તાઇફ શહરમાં કામ કરવા આવી હતી અને એક બાળકની માતા હતી.
વર્ષ 2010માં તેના બોસે તેના પર દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી અને સ્વબચાવમાં તેણે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામા થયેલી ગંભીર ઇજાના કારણે બોસનું મૃત્યુ થયું હતું. જૂન-2010માં તેને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી.
તુતી તુરસીલવતીને ગત સોમવારે ફાંસી આપી દેવાઇ હોવાની વાત બહાર આવી છે. તેના પરિવારજનો કે ઇન્ડોનેશિયન દૂતાવાસને જાણ કર્યા વિના ફાંસી આપી દેવાતા વિશ્વ રાજકારણમાં સાઉદી અરેબિયાના સામે ઉહાપોહ શરૂ થયો છે. મક્કા પ્રાંતના થાઇફમાં તુતીને ભેદી સંજોગોમાં ફાંસી અપાતા ઇન્ડોનેશિયામાં ઠેર-ઠેર સાઉદી અરેબિયા સામે વિરોધ પ્રદર્શનો થયા છે.
ઇન્ડોનેશિયા સિૃથત સાઉદી અરેબિયાના રાજદૂકને સમન્સ પાઠવી આ અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવ્યા છે. તુતી તુરસીલવતીએ સ્વબચાવમાં હુમલો કર્યો હતો અને તેમાં તેના બોસનુંમૃત્યુ થયું હોવાની વાત પણ સરકાર સમક્ષ ભૂતકાળમાં અનેકવાર રાખવામાં આવી છે. આમ છતાં તેને ફાંસી અપાતા બન્ને દેશ વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બન્યા છે.
આ ઉપરાંત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સાઉદી અરેબિયાના વિદેશમંત્રી અદલ અલ જુબેરને ફોન કરી નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓ માટે સંકુચિત કાયદાઓની જોગવાઇઓ માટે સાઉદી અરેબિયા જાણીતું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37xpb3F
via Latest Gujarati News
0 Comments