
(પીટીઆઈ) બુરૂંડી, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર
આફ્રિકી દેશ બુરૂંડીમાં જમીનના ખોદકામ દરમિયાન છ સૃથળોએથી 6,033 લોકોના હાડપિંજર મળી આવ્યા છે. આ સાથે જ ગોળીઓ, ચશ્મા કપડાં સહિતની સામગ્રીઓ પણ મળી આવી છે.
પૂર્વીય આફ્રિકી દેશ બુરૂંડીની સરકારે દેશવ્યાપી ખોદકામ અભિયાન શરૂ કરાવ્યા બાદ અત્યાર સુધીનો સૌથી મોટો 6,000થી પણ વધારે હાડપિંજરોનો જથૃથો હાથ લાગ્યો છે. બુરૂંડીના કરૂસી પ્રોવિન્સમાં છ સૃથળોએ ખોદકામ દરમિયાન 6,033 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ ઉપરાંત તેના સાથે લોકોના કપડાં, ચશ્મા, ગોળીઓ સહિતની વસ્તુઓ મળી આવી છે જેના આધારે જે-તે વ્યક્તિની ઓળખ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બુરૂંડી સરકારે થોડા વર્ષો પહેલા સમગ્ર દેશમાં રહેલી 4,000 જેટલી સામૂહીક કબરો ખોદવાનો અને મૃતદેહોની ઓળખાણ મેળવવાનો નિર્ણય લીધો હતો જેના માટે ટ્રૂથ એન્ડ રિકોન્સિલેશન કમિશન બનાવવામાં આવ્યું છે.
બુરૂંડીમાં 1993માં સિવિલ વોર શરૂ થયો હતો જે 2005 સુધી ચાલ્યો હતો અને આખરે એક સમજૂતી બાદ ગૃહ યુદ્ધની સમાપ્તિ થઈ હતી. એક ધારણા પ્રમાણે સિવિલ વોર દરમિયાન ત્રણ લાખ લોકોના મોત થયા હતા.
બુરૂંડીમાં 1965, 1969, 1972, 1988 અને 1993માં સામૂહીક નરસંહાર થયા હતા જેમાં હુતુ અને તુત્સી સમૂહના મોટા ભાગના લોકોનો ભોગ લેવાયો હતો. આગામી મે 2020માં બુરૂંડીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને યુનાઈટેડ નેશન્સે દેશમાં ફરી માનવાિધકારના હનનની ઘટનાઓ વધી શકે છે તેવી ચેતવણી જાહેર કરી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SQEVtq
via Latest Gujarati News
0 Comments