
બગદાદ, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર
ઇરાકમાં અમેરિકાની એમ્બેસી પાસે રોકેટ હુમલો થયો છે. હાલ ઇરાન અને અમેરિકાની વચ્ચે તકરાર ચાલી રહી છે. આવી સિૃથતિમાં આ રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. સૃથાનિક સૈન્ય પ્રવક્તા મીલેસ કોગીન્સે કહ્યું હતું કે રોકેટને કારણે સૃથળ અને તેની આસપાસ નુકસાન થયું છે. જોકે કોઇ જાનહાની નથી જોવા મળી.
અમેરિકા અહીં ઇરાકી અને અન્ય દેશોના સૈન્ય સાથે મળીને આતંકીઓ સામે અભિયાન ચલાવી રહ્યું છે, જે માટેનો બેઝ ઇરાકમા જ્યાં આ રોકેટ હુમલો થયો ત્યાં જ આવેલો છે. તેથી અમેરિકાના સૈન્યને ધ્યાનમાં રાખીને જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાકી સૈન્યએ જણાવ્યું હતું કે ત્રણ કત્યુશા રોકેટે ગ્રીન ઝોન પર હુમલો કર્યો હતો.
આ એક અતી હાઇ સિક્યોરિટી વિસ્તાર માનવામાં આવે છે. કે જ્યાં અમેરિકન એમ્બેસી, યુનિયન-3ના હેડક્વાર્ટર અને અન્ય કચેરીઓ આવેલી છે. જ્યારે ચોથુ રોકેટ સૈન્ય નેટવર્ક ચલાવી રહેલા હશેદ-અલ-શાબીના વિવિધ બેઝને ટાર્ગેટ કરીને છોડવામાં આવ્યું હતું. જોકે હશેદ નેટવર્ક દ્વારા કોઇ નિવેદન નથી જારી કરાયું.
પણ અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી સૈન્ય અને તેના હાઇ કમિશનને ધ્યાનમાં રાખીને એક બાદ એક એમ ચાર રોકેટ ફેંકવામાં આવ્યા હતા. જેમાં અનેક ઇમારતોને તોડી પાડવામાં આવી છે પણ કોઇ જાનહાનીના અહેવાલો નથી. ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 19મો હુમલો છે. ગત ડિસેમ્બર મહિનામાં એક અમેરિકી કોન્ટ્રાક્ટરનું આ જ પ્રકારના રોકેટ હુમલામાં મોત નિપજ્યું હતું.
અમેરિકાએ ઇરાકમાં ઇરાનના ટોચના સૈન્ય વડા કાસીમ સુલેમાનીની ડ્રોન હુમલાની હત્યા કરી તે બાદથી જ સૈન્ય દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાન સૈન્યને પણ હાલ સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
જોકે રવિવારે ઇરાકમાં અમેરિકન સૈન્યને નિશાન બનાવી જે ચાર રોકેટ ફેંકવામાં આવ્યા તે ઇરાન દ્વારા હુમલો કરાયો છે કે કેમ તેની કોઇ જ ચોક્કસ માહિતી જાહેર કરવામાં નથી આવી.
હાલ ઇરાકમાં આઇએસનો વડો બગદાદી માર્યો ગયો તે બાદ આતંકી સંગઠન નબળુ પડયું છે જોકે હવે ઇરાન સાથે અમેરિકાની તકરાર વધી ગઇ છે તેથી એવી શક્યતાઓ છે કે આ હુમલો ઇરાન દ્વારા જ કરવામાં આવ્યો હોઇ શકે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OZBQ9o
via Latest Gujarati News
0 Comments