
(પીટીઆઈ) દુબઈ, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર
યમનમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. પોતાનું પ્લેન ક્રેશ થઈ ગયું ત્યાર બાદ સાઉદીએ યમનના હૂતી વિદ્રોહીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો જેમાં 32 લોકો માર્યા ગયા છે અને 12 લોકોને ઈજાઓ પહોંચી છે.
યમનના વિદ્રોહી સમૂહ દ્વારા સંચાલિત અલ માસિરા ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે સાઉદી અરબના નેતૃત્વવાળી સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે. સાઉદી અરબના નેતૃત્વવાળી સેનાએ યમનના ઉત્તરી અલ-જાવફ પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો. જાણવા મળ્યા મુજબ હુમલામાં માર્યા ગયેલા લોકો ત્યાં દુર્ઘટનાગ્રસ્ત લડાકુ વિમાન ટોર્નાડોને જોવા માટે એકત્રિત થયેલા હતા.
ટોર્નાડોએ સાઉદીની ગઠબંધનવાળી સેનાનું લડાકુ વિમાન હતું જેને શુક્રવારે હૌતી વિદ્રોહીઓએ મિસાઈલ વડે પાડી દીધું હતું. જો કે, હજુ પણ તે ફાઈટર જેટ ક્રેશ થયું હતું કે તેના પર હુમલો કરવામાં આવેલો તે સ્પષ્ટ નથી થયેલું. જાણવા મળ્યા મુજબ જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં વિદ્રોહીઓએ અનેક વખત એર સ્ટ્રાઇક કરેલી હતી.
સંયુક્ત રાષ્ટ્રના માનવાિધકાર પ્રમુખે સાઉદી સમિર્થત સેના દ્વારા કરવામાં આવેલા હુમલાને આશ્ચર્યજનક ગણાવ્યો હતો. 'સેવ ધ ચિલ્ડ્રન' નામના માનવાિધકાર જૂથે પણ આ હુમલાની ટીકા કરીને યમનમાં સંઘર્ષ ઘટી ન રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bHTnwn
via Latest Gujarati News
0 Comments