'કોરોના'ના કારણે વૈશ્વિક આર્થિક મંદીની શક્યતા : IMF


વૈશ્વિક વિકાસ દરમાં 0.1થી 0.2 ટકાનો ઘટાડો નોંધાય તેવી વકી

હાલ કોઇ ચોક્કસ તારણ પર ઉતરવું વહેલું ગણાશે પરંતુ આ વાઇરસના કારણે વિશ્વ સુસ્ત વિકાસ માટે તૈયાર રહે : ક્રિસ્ટલીના જ્યોર્જિવા

દુબઇ,  તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર

 ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્ર્જિવાએ દુબઇમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારીના કારણે વર્ષ 2020માં વૈશ્વિક વિકાસ પર અસર પડી શકે છે. ક્રિસ્ટલિનાનું કહેવું છે કે હાલ કોઇ તારણ નિશ્ચિત કરવું થોડું વહેલું થઇ જશે પરંતુ આ મહામારીના કારણે ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રો પર ખૂબ માઠી અસર પહોંચી છે. 

દુબઇમાં યોજાયેલી ઇન્ટરનેશનવ વુમન્સ કોન્ફરન્સમાં હાજરી અને સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે વૈશ્વિક વિકાસમાં કોરોનાના કારણે વિકાસદરમાં 0.1થી 0.2 ટકાનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, જો કે ત્યારબાદ ફરી વિકાસદરમાં ઉછાળો આવવાની શક્યતા છે. અત્યાર સુધીમાં આ રોગના કારણે 1600થી પણ વધુ લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

જો કે તેમણે લોકોને સલાહ આપી છે કે હાલ સત્વરે કોઇ નિર્ણય પર ન ઉતરવું જોઇએ પરંતુ આ મહામારીના કારણે પ્રવાસન અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રો ખૂબ જ વિપરિત પરિસિૃથતિનો સમાનો કરી રહ્યા છે. ક્રિસ્ટલીના જ્યોર્જીવા કહ્યું છે કે હાલ કોઇ ચોક્કસ તારણ પર ઉતરવું ન જોઇએ, કારણ કે આ વાયરસના લક્ષણો વિશે કોઇ પાસે પૂરતી માહિતી નથી.

આ ઉપરાંત આ વાયરસ બીજા દેશોમાં મહામારી સર્જશે કે નહીં તે અંગે પણ કોઇ માહિતી નથી, પરંતુ સમગ્ર વિશ્વએ સુસ્ત આૃર્થતંત્ર માટે તૈયાર રહેવું જોઇએ, કારણ કે આ વાયરસના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાઓ ઉપરાંત હાલ આપણે ઓછી ઉત્પાદકતા વૃદ્ધિ, નીચો આિર્થક વિકાસ, નીચા વ્યાજ દરો અને ઉંચા ફુગાવાની વચ્ચે સપડાયેલા છીએ.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક વિકાસ દરમાં 0.1થી 3.3 ટકાનો વધારો નોંધાશે. ગત વર્ષે વૈશ્વિક વિકાસ દરમાં 2.9 ટકાનો વધારો નોંધાયો હતો, જે દાયકાનો સૌથી નીચો વિકાસ દર હતો. ઉલ્લેખનીય છે કે આ ફોરમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મેએ પણ હાજરી આપી હતી.

ઉત્તર પશ્ચિમ ચીનના શિનજીયાંગ વિસ્તારમાં હાલ વેપાર અને ઉદ્યોગો ઠપ્પ અવસૃથામાં છે અને ચીનના મોટાભાગના વિસ્તારોમાં આવી પરિસિૃથતિ છે. ચીન-કઝાકીસ્તાન સરહદ પર આવેલી ફ્રી ટ્રેડ ઝોન વૈશ્વિક બજાર માટે મુક્ત વેપારનું માધ્યમ હતું.

 કોરોનાના કારણે આ ઝોન અને કોરિડોર બંધ પડયો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પર ઘેરી અસરો પડી છે. આ ઉપરાંત ચીનની સરકારે હાથ ધરેયી કવાયતો અને લાદેલા પ્રતિબંધોના કારણે કોઇ કામદાર તેના નોકરી-વ્યવસાય પર પરત જઇ શકતા નથી. જેના કારણે ત્યાના ઉત્પાદનો અને વેપાર લગભગ નિષ્ક્રીય અવસૃથામાં છે.

ચીનના સૌથી મોટા બંદર પૈકીના એક શિનજીયાંક પોર્ટનો ઉપયોગ હાલ રશિયા, કઝાકીસ્તાન અને કીર્ગિસ્તાન જેવા પાડોશી દેશોમાંથી શાકભાજી, ફળફળાદિ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓ મગાવવા માટે જ થઇ રહ્યો છે. આ સિવાયના તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ છે. જેના કારણે ચીનના80થી 90 ટકા ઉદ્યોગો બંધ પડયા છે.

ચલણી નોટોના સ્પર્શથી પણ વાઇરસ ફેલાતો હોવાનો અંદાજ

કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા ચીને ચલણી નોટો બદલવાનું શરૂ કર્યું

વાઇરસ પ્રભાવિત વિસ્તારોના મોલ, હોસ્પિટલો, બેંકો વગેરેમાં નવી નોટો આપવામાં આવી, જુની સ્ટોર કરી દેવાઇ

બેઇજિંગ, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર

ચીનમાં કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે, અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે હજારો લોકોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. આ સિૃથતિ વચ્ચે વાઇરસને આગળ ફેલાતો રોકવા માટે સરકાર દ્વારા નવા નવા ઉપાયોગ અજમાવાઇ રહ્યા છે.

હવે એવા અહેવાલો છે કે ચીન કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે ચલણી નોટો પર નજર રાખી રહી છે. જે વિસ્તારમાં વાઇરસનું પ્રમાણ વધુ છે ત્યાંની કરન્સીને આગળ વધતી અટકાવી દેવાઇ છે અને હાલ પુરતા સ્ટોર રૂમમાં રાખવાનું નક્કી કર્યું છે. 

કોરોના વાઇરસ સ્પર્શથી, શ્વાસથી પણ ફેલાય છે. આવી સિૃથતિમાં જો કોઇને કોરોના વાઇરસ હોય અને તેના અંશો તેની પાસે જે નોટ કે અન્ય કરન્સી હોય તેમાં આવી ગયા હોય તો તે કરન્સી બીજા પાસે જાય ત્યારે તેને પણ આ વાઇરસ ફેલવાની શક્યતાઓ વધી જાય છે.

આ જોખમને પગલે જ ચીન સરકારે વુહાન જેવા વિસ્તારોમાંથી કરન્સીને હાલ જપ્ત કરીને સ્ટોર રૂમમાં રાખવાનું શરૂ કરી દીધુ છે. આ માટે બેંકોને અને અન્ય નાણાકીય વ્યવહાર કરતી એજન્સીઓ કે સંસૃથાઓને પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

સાથે જ જે વિસ્તારોમાં વાઇરસ છે ત્યાં નવી નોટો છાપીને પહોંચતી કરવામાં આવી રહી છે, જેથી નાણાકીય અછતની સિૃથતિ ઉભી ન થઇ જાય. આવી આશરે 572 મિલિયન ડોલર નવી નોટો હુબેઇ પ્રાંતમાં પહોંચાડી દેવામાં આવી છે.

આ બધી કામગીરી ચીનની મધ્યસૃથ બેંકને સોપવામાં આવી છે. હોસ્પિટલોમાં પણ જે કેશ છે તેને હાલ બદલવામા આવી રહ્યું છે કેમ કે સૌથી વધુ કોરોના વાઇરસના દર્દીઓ હોસ્પિટલોમાં જ નાણાકીય વ્યવહારો કરી રહ્યા છે. સાથે જ જે પણ ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેમની પાસે જે પૈસા છે તેને પણ બદલવામાં આવી રહ્યા છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HuUamE
via Latest Gujarati News

Post a Comment

0 Comments