ટોચની બ્રિટિશ ટીવી હોસ્ટ કેરોલિન ફ્લેકનું 40 વર્ષની ઉંમરે અવસાન


(પીટીઆઈ) લંડન, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર

ટોચની બ્રિટિશ ટીવી હોસ્ટ કેરોલિન ફ્લેકનું નિધન થયું છે અને તેના પરિવારજનોએ હિટ રિયાલિટી શો 'લવ આઈલેન્ડ' સાથે સંકળાયેલા ત્રીજા સિતારાના અવસાનના સમાચારની પૃષ્ટિ કરી હતી.

કેરોલિનના પરિવારજનોના કહેવા પ્રમાણે તેણીનો મૃતદેહ તેના લંડન ખાતેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. તેમના પારિવારીક વકીલે કેરોલિને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને તે 15મી ફેબુ્રઆરીના રોજ મૃત્યુ પામી હતી. 

બોયફ્રેન્ડ સાથે મારપીટ મામલે ટૂંક સમયમાં જ કેરોલિન વિરૂદ્ધ સુનાવણી શરૂ થવાની હતી અને તેના પહેલા જ તેણીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. લવ આઈલેન્ડમાં હાલ તેના સ્થાને લૌરા વ્હિટમોરને કામ પર રાખવામાં આવી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UUDtIW
via Latest Gujarati News

Post a Comment

0 Comments