દેશમાં સામાન્ય માણસ સુખી નથી, ચિંતિત છે : ભાગવત


આપણી કમનસિબી છે કે અત્યારના યુવાનો એમ માની રહ્યા છે કે ભારતમાં જે પણ સારૂં છે તે વિદેશથી આવેલું છે 

સોશિયલ મીડિયાનો ઉપયોગ દુષ્પ્રચાર માટે વધારે થઇ રહ્યો છે 

અમદાવાદ, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર

ભૌતિક સુખ-સુવિધામાં વધારો થયો હોવા છતાં લોકોમાં અત્યારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. માલિક હોય કે નોકર, વિરોધ પક્ષ હોય કે સામાન્ય વ્યક્તિ, વિદ્યાર્થી હોય કે શિક્ષક દરેક અત્યારે નાખુશ-અસંતુષ્ટ છે તેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે અમદાવાદ ખાતે જણાવ્યું છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત શનિવારથી બે દિવસ માટે અમદાવાદમાં છે.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અમદાવાદના નવનિર્મિત થયેલા મુખ્ય કાર્યાલય ડો. હેડગેવાર ભવનનું આરએસએસના સરસંઘચાલક ડો. મોહન ભાગવતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે સાંજે અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા દિનેશ હોલમાં 'વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા'  વિષય પર પ્રબુદ્ધ ગોષ્ઠિ કરી હતી.

જેમાં મોહન ભાગવતે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, 'સુવિધાઓ તેમજ ભૌતિક સુખમાં વધારો થયો હોવા છતાં દરેક વ્યક્તિ નાખુશ છે અને ધરણા કરી રહ્યા છે. એ પછી માલિક હોય કે નોકર, વિરોધ પક્ષ હોય કે સામાન્ય વ્યક્તિ, વિદ્યાર્થી હોય કે શિક્ષક એમ દરેક વર્ગ નાખુશ અને અસંતુષ્ટ છે.' 

વર્તમાન સમયમાં ધાર્મિક કટ્ટરતા, હિંસા અને આતંકવાદમાં સતત વધારો થઇ રહ્યો છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, 'ભારતે સમગ્ર વિશ્વને  ધર્મ વિસ્તારવો પડશે. જેનાથી જ્ઞાાનનો ફેલાવો થાય અને મનુષ્ય માત્ર રોબોટ બનીને જીવન પસાર કરવા લાગે નહીં. આપણે વસુધૈવ કુટુંબકમ્ની હંમેશા વાત કરી છે પણ વૈશ્વિક બજારનો ઉલ્લેખ કર્યો નથી. 

આપણે સારા વિશ્વમાં રહીએ છે તેમ વિચારવું માત્ર આૃર્ધસત્ય છે. સુવિધાઓ સમાન રીતે વહેંચવામાં આવી રહી નથી. જંગલનો નિયમ હજુ પણ બરકરાર છે. જેમાં સક્ષમ વ્યક્તિ તેનાથી નબળી વ્યક્તિને પછાડીને સતત આગળ વધી રહ્યો છે. જ્ઞાાનનો ઉપયોગ વિશ્વના વિનાશ માટે વધારે થઇ રહ્યો છે. 

લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતી ફેલાવી વિવાદ વધારી રહ્યા છે. સોશિયલ મીડિયાનો ખોટી રીતે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રત્યેકને એક જ  પરિધાન (યુનિફોર્મ) હેઠળ લાવવાનો પ્રયાસ કરવો તે પણ એક પ્રકારની કટ્ટરતા જ છે. અમેરિકા અને રશિયા સુપર પાવર છે. ચીન પણ સુપરપાવર બની જશે. હવે આ સુપર પાવર બનેલા રાષ્ટ્રો અન્ય દેશ સાથે શું કરે છે? 

તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે અન્ય દેશોને પોતાના નિયંત્રણ હેઠળ લાવી દે છે. આ સુપર પાવર દેશને પરત કરવા માટે કહેવામાં આવે ત્યારે જ તે પરત કરે છે. આ સિવાય તે ક્યારેય અન્યની મદદ કરતા નથી.'

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, 'વર્તમાન સમયની એ બલિહારી છે કે અત્યારના યુવાનો એ સ્વિકારવા તૈયાર નથી કે જ્ઞાાનમાં જ દેશની તાકાત છે. તેઓ એમ જ માની રહ્યા છે કે ભારતમાં જે પણ કંઇ સારૂં છે તે વિદેશમાંથી જ લાવવામાં આવ્યું છે. ભારતને મજબૂત બનાવવા માટે પ્રત્યેક નાગરિકો આગળ આવે. કેમકે, જે મજબૂત હોય તેનો જ અવાજ વિશ્વ સાંભળે છે. '



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vD98nA
via Latest Gujarati News

Post a Comment

0 Comments