લખનઉ, તા. 20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શરદ પવારે લખનઉમા એનસીપી પાર્ટી દ્વારા આયોજીત એક કાર્યક્રમમા ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે રામ મંદિર ટ્રસ્ટ વિશે કહ્યુ કે, જ્યારે અયોધ્યામા રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવી શકાઇ તો, મસ્જિદ માટે કોઇ ટ્રસ્ટ કેમ ના બનાવી શકાય?
તેમણે વડાપ્રધાન મોદી પર પણ આકરા પ્રહારો કરતા કહ્યુ કે, આજે દેશનુ સંચાલન જેના હાથમા છે, તે પોતાની મનમાની ચલાવે છે. જે વડાપ્રધાન હોય એ સંપૂર્ણ દેશની પ્રજા માટે હોય છે, કોઇ એક જાતિ માટે નહીં. છેલ્લા ઘણા સમયથી આપણે મોદીજીના શાસન હેઠળ રહ્યા, પરંતુ હવે એવુ લોગે છે કે, લોકો તેનાથી કંટાળી ગયા છે.
લખનઉમા બજેટને સંબંધીત પણ વાત કરી કે, ચાલુ નાણાકીય વર્ષ માટે ઉત્તરપ્રદેશના બજેટમા ખેડૂતો માટે કંઈ જ નથી. ઉપરાંત યુવાનો માટે સરકારે માસિક રકમની ઘોષણા કરી છે, પરંતુ આ નાણા તેમના સુધી પહોંચશે કે કેમ તેની શંકા છે. યુવાનોને કામ કરવાનો અધિકાર આપવાની સમયની જરૂરિયાત છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022મા ઉત્તરપ્રદેશમા વિધાનસભાની ચુંટણી યોજાશે. જેના માટે એનસીપી પાર્ટીએ એક સમ્મેલનનુ આયોજન કર્યુ હતુ. આ કાર્યક્રમમા ભાગ લેવા માટે ઘણા એનસીપી નેતા લખનઉ પહોંચ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SZxOij
via Latest Gujarati News
0 Comments