રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અભિનિત ફિલ્મમાં હૃતિક રોશનનો કેમિયો હશે ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

રોહિત શેટ્ટી પોતાની આવનારી ફિલ્મને બ્લોકબસ્ટર બનાવાની વેતરણમાં છે. અક્ષય કુમારના મુખ્ય રોલવાળી આ ફિલ્મમાં રોહિતે અજય દેવગણ અને રણવીર સિંહને તો લીધા છે, પરંતુ હવે હૃતિક રોશનની પણ એન્ટ્રી થવાની વાત છે.  સોશિયલ મીડિયાના મનોરંજનના પોર્ટલના અનુસાર, રોહિત શેટ્ટી ફિલ્મ 'સૂર્યવંશી'હૃતિક રોશનને લેવાનો છે.જોકે અભિનેતાનો આ ફિલ્મમાં કેમિયો હશે. રોહિતને હૃતિક સાથે કામ કરવામાં રસ હોવાથી આમ કર્યુ ંહોવાનું મનાય છે.

આ પહેલા પણ રોહિતે પોતાની 'સત્તે પે સત્તા ' ફિલ્મમાં હૃતિકને મુખ્ય રોલ ઓફર કર્યો હતો, પરંતુ અભિનેતાએ કરવાની ના પાડી હતી. આ પછી હવે રોહિતે ફરી તેની અન્ય એક ફિલ્મમાં હૃતિકને કેમિયો ઓફર કર્યો છે.  અન્ય એક વાતની પણ શક્યતા છે કે, રોહિત શેટ્ટી તેની ફિલ્મ 'સિમ્બા'ની માફક  'સૂર્યવંશી'નું એલાન કર્યું હતું, તે જ રીતે આ વખતે હૃતિક સાથે 'સૂર્યવંશીની માપક અન્ય ફિલ્મની ઝલક દેખાડે. હૃતિકની ફિલ્મ 'વોર' પછી અન્ય કોઇ ફિલ્મની ઘોષણા થઇ નથી. જોકે તેણે તાજેતરમાં જણાવ્યુ હતુ કે,તેને ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા કરવી છે,પરંતુ કોઇ તેને આ રોલ ઓફર કરતું નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vuUChW
via Latest Gujarati News

Post a Comment

0 Comments