વોશિંગ્ટન, તા.20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
દુનિયામાં કોમ્પ્યુટર કે સ્માર્ટ ફોન વાપરનાર કોઈ વ્યક્તિ એવો નહી હોય જેણે કોપી અને પેસ્ટ એટલે કે ctrl+c અને ctrl+v સુવિધાનો ઉપયોગ નહી કર્યો હોય.
સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટરના આ બે ફંક્શન એવા છે જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે. જેની શોધ કરનાર સોફ્ટવેર એન્જિનિયર લોરી ટેસ્લરનુ 74 વર્ષની વયે નિધન થયુ છે.
લોરી ટેસ્લર 1960માં અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરવાનુ શરુ કર્યુ હતુ. તેમણે જ કોપી અને પેસ્ટ ફંક્શનની શોધ કરી હતી. કેરિયરની શરુઆતમાં તેમણે ઝેરોક્ષ કંપનીમાં ખાસા સમય માટે કામ કર્યુ હતુ.આ દરમિયાન તેમણે કોપી અને પેસ્ટ કમાન્ડની શોધ કરી હતી.
ઝેરોક્ષ કંપનીએ તેમના નિધન પર દુખ વ્યક્ત કરતુ ટ્વિટ કર્યુ છે.લોરી ટેસ્લરે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પુરો કર્યા બાદ કોમ્પ્યુટરના ઉપયોગને સરળ બનાવતી સિસ્ટમ બનાવવામાં કુશળતા હાંસલ કરી હતી.
લોરીએ બાદમાં એપલમાં પણ મુખ્ય રિસર્ચર તરીકે 17 વર્ષ કામ કર્યુ હતુ. કેટલાક સમય માટે એમેઝોન અને યાહુમાં પણ રહ્યા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T1Z7Zg
via Latest Gujarati News
0 Comments