લખનૌ, તા.20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
રામ મંદિરના નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પહેલી બેઠક મળી ચુકી છે ત્યારે હવે ટ્રસ્ટના સભ્યો આજે પીએમ મોદી સાથે સાંજે સાડા પાંચ વાગ્યે તેમના નિવાસ સ્થાન પર મુલાકાત કરશે.
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યુ હતુ કે, રામ મંદિરના નિર્માણની કામગીરી એક બે મહિનામાં શરુ થઈ જશે.તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાર્યકાળમાં જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.
મંદિરના ટ્રસ્ટની પહેલી બેઠકમાં નૃત્ય ગોપાલ દાસજીને અધ્યક્ષ બનાવવાનો અને પીએમ મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રને મંદિર નિર્માણ સમિતિની કમાન સોંપવાનો નિર્ણય લેવાયો હતો.
ટ્રસ્ટની પહેલી બેઠકમાં કુલ મળીને નવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bSEPdr
via Latest Gujarati News
0 Comments