નવી દિલ્હી, તા.20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
નિર્ભયા કાંડના દોષીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવાનુ નવુ ડેથ વોરંટ કોર્ટે જાહેર કર્યુ છે.
જોકે આ ચારે દોષીઓ હજી પણ ફાંસીના ફંદાથી બચવા માટે ધમપછાડા કરી રહ્યા છે. આ પૈકીના એક દોષી વિનય કુમારે તો જેલમાં દિવાલ પર પોતાનુ માથુ પછાડીને પોતાની જાતને ઈજા પહોંચાડવાની પણ કોશીશ કરી હોવાનુ બહાર આવ્યુ છે. વિનયને માથામાં ઈજાઓ પણ થઈ છે.
બીજી તરફ વિનય કુમારના વકીલ નવો પેંતરો અજમાવ્યો છે. વકીલે ચૂંટણી પંચમાં એક અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, જ્યારે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને 19 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સમક્ષ વિનય કુમારની દયાની અરજી ફગાવી દેવાની ભલામણ કરી ત્યારે તેઓ મંત્રી પણ નહોતા અને ધારાસભ્ય પણ નહોતા.
વકીલે કહ્યુ હતુ કે, આ સંજોગોમાં દયા અરજી ફગાવી દેવાનુ ગેરકાયદેસર છે. કારણકે તે સમયે દિલ્હીમાં ચૂંટણી માટેની આચાર સંહિતા લાગુ હતુ. આ અરજીમાં ચૂંટણી આયોગને કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P8m9wA
via Latest Gujarati News
0 Comments