મુંબઇ, તા. 20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈની એક સેવન સ્ટાર અને બીજી ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામા આવી છે. મુંબઈ પોલીસનાં જોઈન્ટ કમિશનર (ક્રાઈમ)ના જણાવ્યા અનુસાર આંતકી સંગઠન લશ્કર એ તૈયબ્બાના નામથી ઈ-મેલ મોકલીને આ ધમકી આપવામા આવી છે. જોકે હાલમા આ સમગ્ર મામલાની તપાસ સતત ચાલી રહી છે.
આંતકી સંગઠન લશ્કર એ તૈયબ્બાના નામથી ઈ-મેલ મોકલીને આપી ધમકી
આ ધમકી ભર્યા ઈમેલમા લખ્યુ છે કે, જો 24 કલાકમા અંદાજીત સવા સાત કરોડ રૂપિયા આપ્યા નહીં તો મુંબઇની આ ચાર હોટલ લીલા, રમાડા, પાર્ક અને સી પ્રિંસને અમે ઉડાવી દઈશુ. આ રકમ બિટક્વાઈનમા માંગી છે. આ ઘટનાને ગંભીરતા સમજીને પોલીસે તમામ હોટલોની તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ તપાસ કરતા કંઈ શંકાસ્પદ જણાયુ નથી.
ATS અને BDDSને સુરક્ષાના પગલે કરાઈ તૈનાત
પોલીસ હાલ તપાસ કરી રહી છે, કે આ ઈમેલ ક્યાથી આવ્યો છે. તમામ ઉચ્ચઅધિકારીઓ સહીત વરિષ્ઠ પોલીસ ઓફિસર પણ આ તમામ હોટલો પર પહોંચીને લાંબા સમય સુધી તપાસ કરી હતી, પરંતુ તપાસ દરમ્યાન કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. પરંતુ આ ઘટનાની ગંભીરતા જોઈને તમામ હોટલોની સુરક્ષામા વધારો કરવામા આવ્યો છે.
ઈ-મેલમાં શુ ઉલ્લેખ કરાયો
ઈ-મેલમા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે અમે લશ્કર એ તૈય્યબા સેન્ટ્રલ વિલાયત ઓફ પાકિસ્તાન અને ખલીફા સમર્થોકોએ તમારી હોટલોમા અમારા શહિદને મોકલ્યો છે. હવેના 24 ક્લાકમા તે તમારી હોટલમા હશે, જો તમે અમારી માંગોને ગંભીરતાથી લઇને પૂર્ણ નહીં કરો તો આ તમામ જગ્યા પર વિસ્ફોટો થશે. અમને 100 બિટક્વોઈનમા પૈસાની ચૂકવણી કરો. જો તમે અમારા ખાતામા બિટક્વોઈનની ચૂકવણી કરો છો તો અમે ઓપરોશન રોકી દઈશુ.
Joint CP Crime, Mumbai Police: Four five-star hotels in Mumbai have received a bomb threat over e-mail. The sender of the email claims to be from Lashkar-e-Taiba; police investigating the e-mail pic.twitter.com/TGBneo9p5V
— ANI (@ANI) February 19, 2020
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bVerPW
via Latest Gujarati News
0 Comments