ન્યૂયોર્ક, 31 માર્ચ, 2020, મંગળવાર 

એક સમયે ચીનમાં ચીનમાં 80 હજાર કોરાના વાયરસ સંક્રમિત દર્દીઓ હતા ત્યારે  અમેરિકામાં માંડ 25 દર્દીઓ સંક્રમણ ધરાવતા હતા. માત્ર એક મહિનમાં બાજી પલટાઇ ગઇ છે. અમેરિકામાં ચીન કરતા બમણા 164248 દર્દીઓ નોંધાયા છે એવું માનવામાં આવે છે કે વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતની જેમ લોકડાઉન નહી આપવાનું પગલું ભારે પડી રહયું છે. વાયરસની વિનાશક ઝડપ જોતા 10 લાખથી વધુ લોકોને ફેલાય અને 1 થી 2 લાખના મોત થાય તેવી શકયતા વચ્ચે હવે કડક ગાઇડલાઇનનો અમલ કરવામાં આવી રહયો છે. એક સમયે સંક્રમણ રોકવા અમેરિકામાં લોકડાઉનની તબીબો અને વાયરસ નિષ્ણાતોએ સલાહ આપી હતી પરંતુ ટ્ર્મ્પે દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ઇનકાર કર્યો હતો. 


 જો કે બે દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કબુલ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણથી મુત્યુઆંક ખૂબ ઉંચો જશે આવનારા 30 દિવસો કોરોના વાયરસને કાબુમાં લેવા માટે ખૂબજ મહત્વના છે. વિશ્વના કોઇ પણ ખૂણે જયારે આકાશી કે સુલતાની આફત આવે ત્યારે અમેરિકાની મદદ અને માર્ગદર્શન મળતા હોય છે આ મહાસત્તા દેશ જ  કોરોના વાયરસની મહામારીમાં સપડાયો છે. જો કે સંક્રમણનો ઉંચો આંકડો છતાં મુત્ચુ આંક ઇટલી, સ્પેન અને ચીનની સરખામણીમાં ઓછો છે એ તત્કાલ રાહત આપનારી બાબત છે. અત્યાર સુધી અમેરિકામાં 3134 લોકોના મરણ થયા છે.

જો કે આવનારા બે સપ્તાહ દરમિયાન મોતનો આંકકો ખૂબજ ઉંચો જાય તેવી શકયતા છે. અમેરિકામાં વોશિંગ્ટન અને ન્યૂયોર્ક કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત થયા છે. વોશિંગ્ટનમાં કોરોના વાયરસથી 144 જયારે ન્યૂયોર્કમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા છે. કોરોનાની મહામારીના પગલે અમેરિકાને અનેક રાજયોએ કટોકટી જાહેર કરી છે. સ્કૂલો બિઝનેસ સાઉસ બંધ કરવાની ફરજ પડી છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા અને એકાંતમાં રહેવાની સુચના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક નાગરિકો અને પરીવારને વાયરસ રોકવા માટે જીવનમાં બદલાવ લાવવાનું આહવાન કર્યુ છે. અમેરિકામાં દર્દીઓની વધતી જતી સંખ્યા જોતા જુન મહિના પહેલા આ મહામારીમાંથી બહાર આવી શકે તેવી શકયતા ઓછી છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3avPnhD
via Latest Gujarati News