નિઝામુદ્દીન મરકજથી કોરોના વાયરસ આંદામાન ટાપુઓ સુધી કેવી રીતે ફેલાયો ?


નવી દિલ્હી, 31 માર્ચ, 2020 મંગળવાર 

દેશમાં 21 દિવસનું લોક ડાઉન ચાલે છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકજના 18 માર્ચના રોજ થયેલા આયોજનને આંડામાનમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને સંબંધ છે. આંડામાનમાં એક સપ્તાહ પહેલા કોરોના વાયરસના સંક્રમણનો 1 કેસ નોંધાયો ત્યારે દેશવાસીઓને નવાઇ લાગી હતી. કોરોના જે ઝડપથી આંદામાન ટાપુ પર પહોંચ્યો તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. હાલમાં આંદામાનના સ્વાસ્થ્ય વિભાગે 99 સેમ્પલની તપાસ કરતા કોરોના સંક્રમણના 10 કેસ નોંધાયા છે જેમાંના 9  દિલ્હીના નિઝામુદ્દીનના તબલીગી જમાતના મરકજમાંથી પાછા આવેલા હતા.


 તેઓ 20 માર્ચના રોજ અલગ અલગ ફલાઇટમાં બેસીને આંદામાન આવ્યા હતા. જયારે 10માં દર્દીનો પણ સંબંધ પરત ફરેલા પરીવારની વ્યકિત સાથે જ છે. 18 માર્ચના રોજ થયેલા આ કાર્યક્રમમાં કુલ 3000 લોકોએ ભાગ લીધો હતો. દિલ્હી સરકારની માહિતી મુજબ આ કાર્યક્રમ પુરો થયા પછી પણ મરકજમાં 1500થી 1700 જેટલા રોકાયેલા હતા જેમાંના 1000થી વધુને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંના 334 લોકોને હોસ્પિટલમાં જયારે 700ને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ગત રોજ મરકજની છ માળની બિલ્ડિંગમાં 1500 થી 1700 લોકોની ચહલ પહેલ જણાતી હતી. 

કોરોના વાયરસ હવામાં હોતો નથી અને તે વાયરસનો ભોગ બનેલા માણસોના સંસર્ગ દ્વારા જ ફેલાય છે આથી જ તો સમગ્ર દેશમાં લોક ડાઉન ઉપરાત ધારા 144 અંર્તગત 4 થી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકોને ઘરમાં રહેવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે એક જ બિલ્ડિંગમા સેંકડો લોકો રહેતા હતા. નવાઇની વાત તો એ છે કે મરકજની 6 માળની બિલ્ડિંગ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનની નજીક આવેલી છે.

 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3axgNUi
via Latest Gujarati News

Post a Comment

0 Comments