
(પીટીઆઈ) નવી દિલ્હી/ઢાકા, તા. 9 માર્ચ, 2020, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જવાના હતા, પરંતુ બાંગ્લાદેશમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા વડાપ્રધાન જે કાર્યક્રમમાં જવાના હતા તે કાર્યક્રમ જ રદ્ થયો હતો.
બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહેમાનની જન્મ શતાબ્દીનો કાર્યક્રમ આગામી 17મી માર્ચે થવાનો હતો, પરંતુ કોરોનાના ત્રણ કેસ નોંધાયા પછી તાકીદની અસરથી મુજીબ યરનો કાર્યક્રમ રદ્ કરાયો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે મુજીબ યરનો કાર્યક્રમ નવેસરથી યોજાશે. એ વખતે નવા કાર્યક્રમની જાણ ભારતના વિદેશમંત્રાલયને કરીશું. ત્યાં સુધી કાર્યક્રમ રદ્ થયો છે.
કાર્યક્રમ રદ થયો હોવાથી વડાપ્રધાનનો પણ પ્રવાસ રદ્ થયો હોવાનું વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુજીબ યરમાં મુખ્ય અતિથિ હતા. નાગરિકતા કાયદામાં સુધારો થયો તે પછી મોદીનો આ પહેલો બાંગ્લાદેશ પ્રવાસ હતો. એના કારણે આ પ્રવાસ મહત્વનો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરી બાબતે પણ આ મુલાકાત દરમિયાન શેખ હસીના સાથે વાતચીત થાય એવી શક્યતા હતી.
ભારતમાં કોરોનાના કેસ નોંધાયા તે પછી બાંગ્લાદેશની સંસદના સ્પીકર શીરિન ચૌધરીએ ગયા સપ્તાહમાં ભારતનો પ્રવાસ રદ્ કર્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણથી શીરિન ચૌધરી ભારતમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાના હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IvdOiP
via Latest Gujarati News
0 Comments