આખા મહારાષ્ટ્રમાં 15 એપ્રિલથી લોક ડાઉનની મુદત લંબાવાય તેવી વકી


મુંબઇ, તા.07 એપ્રિલ 2020, મંગળવાર

કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે દેશના વડા પ્રધાને ૨૧ દિવસ દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું. આ લોકડાઉન સમાપ્ત થવાને આડે સાત દિવસ બાકી છે. ત્યારે મુંબઇ અને પુણે સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન ૧૫મી એપ્રિલથી લંબાઇ શકે છે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ મીડિયાને સંબોધન કરતા ઉપરોક્ત સંકેતો આપ્યા હતા. દેશવ્યાપી લોકડાઉન ૧૪ એપ્રિલના રાતે બાર પૂરુ થાય છે. પણ મુંબઇ અને  પુણે જેવા મહાનગરમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. દિવસે દિવસે કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. આથી ખાસ આ બે શહેર પર લોક ડાઉન હટાવવામાં આવે એવી શક્યતા નથી.

લોકડાઉનને હળવા કરવા માટેનો પ્રોટોકોલ છે. અને તેનું પાલન ક રવામાં આવશે વળી કેન્દ્ર સરકારને અનેક રાજ્ય લોકડાઉન વધારવાની માગણી કરે છે. તેનો અભ્યાસ ક રવામાં આવશે. ત્યાર પછી જ આગળનો નિર્ણય લેવાશે, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યાના મૂલ્યાંકન અને એપ્રિલ ૧૦થી ૧૪ની વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આખરે નિર્ણય લેવામાં આવશે, એમ ભારપૂર્વક રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

અમારે મુંબઇ અને પુણે તરફ વધુ કાળજી સાથે કામ કરવાની જરૂર છે. આ વિસ્તારમાં કોવિડ-૧૯ના કેસ ધરખમ છે. તેથી કોઇએ એમ ન માનવું જોઇએ કે ૧૫ એપ્રિલથી લોકડાઉન સંપૂર્ણપણે હળવું કરવામાં આવશે, એમ ટોપેએ ઉમેર્યું હતું.

જો કે મુદત કેટલી વધશે એ માટે સમય મર્યાદા આપી ન હતી. પરંતુ નોંધ્યું હતું કે થોડા અઠવાડિયા સુધી લોક ડાઉન રહેશે. કોવિડ-૧૯ કેસો અને મૃત્યુની સંખ્યામાં તીવ્ર વધારો જોતાં રાજ્યે અનેક વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં રાજ્યભરમાં લોકડાઉન લંબાવવાનો સમાવેશ થાય છે અથવા ફક્ત વાઇરસથી પ્રભાવિત વિસ્તારોમાં જ સમાવેશ હશે.

વધુમાં ટોપેએ જણાવ્યું હતું કે એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં ઘણા લોકોએ તેમના ૧૪- દિવસ ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી દીધા હસે. તેમના સ્વાસ્થ્યનો સ્ટેટસ રિપોર્ટ રાજ્યને વધુ સારી રીતે નિર્ણય લેવા મદદરૂપ બનશે.  દરમિયાન લોકડાઉન હટાવ્યું છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, જરૂરી સેવાઓ સાથે માલ અને અન્ય સેવાઓની અવરજવર રાજ્યભરમાં અવિરત ચાલુ રહેશે.

જાહેર પરિવહન ફરી શરૂ કરવા અથવા ખાનગી મથકો ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય પછીની તારીખે લેવામાં આવે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xXCjmC
via Latest Gujarati News

Post a Comment

0 Comments