સોનાના વાયદાના ભાવમાં રૂ.344 અને ચાંદીમાં રૂ.1,351ની તેજી


મુંબઈ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર

 વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને  ૩૩૪૪૦૩ સોદામાં રૂ.૧૨૭૫૬.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો રૂ.૧૨૨૯૨.૫૫ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.૪૬૩.૯૬ કરોડનો રહ્યો હતો. 

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪૪ અને ચાંદીનો કિલોદીઠ રૂ.૧,૩૫૧ વધ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.૪૨૭નો ઉછાળો હતો, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં એલચી અને સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈ હતી, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. 

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૯૩૮૦ સોદાઓમાં રૂ.૪૩૬૯.૮૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૬૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૮૦૦ અને નીચામાં રૂ.૪૩૬૫૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪૪ વધીને રૂ.૪૩૭૦૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૭ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૨૨૧ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૩૬૬ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૬ વધીને બંધમાં રૂ.૪૩૬૯૪ ના ભાવ રહ્યા હતા. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૦૯૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૧૩૮૩ અને નીચામાં રૂ.૪૦૮૨૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૫૧ વધીને રૂ.૪૧૨૨૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૩૪૧ વધીને રૂ.૪૧૨૫૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૦૮૮ વધીને રૂ.૪૧૬૬૪ બંધ રહ્યા હતા. 

એનર્જી સેગમેન્ટમાં કુલ ૧૮૬૫૯૯ સોદાઓમાં રૂ.૬૦૯૬.૩૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૦૪ અને નીચામાં રૂ.૧૬૬૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૭ વધીને રૂ.૨૦૪૮ બંધ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં ૨૪૦૧ સોદાઓમાં કુલ રૂ.૧૭૦.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૧૬૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૪૧૦ અને નીચામાં રૂ.૧૬૦૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ વધીને રૂ.૧૬૧૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૬૩૬.૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૩ ઘટીને બંધમાં રૂ.૬૨૭.૮ ના ભાવ હતા, જ્યારે એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૨૧૨૪.૯ ખૂલી, અંતે રૂ.૧૨.૧ ઘટીને રૂ.૨૦૫૩.૩ થયો હતો. મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૧૨૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૬૦.૪ અને નીચામાં રૂ.૧૧૨૪ રહી, અંતે રૂ.૧૧૫૯.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૧.૫ અને નીચામાં રૂ.૯૩૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૫૦ વધીને રૂ.૯૩૯ ના સ્તરે બંધ રહ્યો હતો. 

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૫૬૯૬ સોદાઓમાં કુલ રૂ.૨૭૧૫.૫૫ કરોડ ની કીમતનાં ૬૨૧૧.૧૬૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૩૬૮૪ સોદાઓમાં કુલ રૂ.૧૬૫૪.૩૧ કરોડ ની કીમતનાં ૪૦૧.૪૮૩ ટન, ક્રૂડ તેલમાં ૧૪૦૪૫૫ સોદાઓમાં રૂ.૪૯૧૭.૧૮ કરોડનાં ૨૫૦૬૨૧૦૦ બેરલ્સ, કોટનમાં ૩૨૯ સોદાઓમાં રૂ.૧૮.૦૮ કરોડનાં ૧૧૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૧૮ સોદાઓમાં રૂ.૧૩૮.૭૩ કરોડનાં ૨૨૧૬૦ ટન, એલચીમાં ૧૫ સોદાઓમાં રૂ.૨૮.૯૮ લાખનાં ૧.૫ ટન, મેન્થા તેલમાં ૨૦૯ સોદાઓમાં રૂ.૧૨.૯૪ કરોડનાં ૧૧૩.૪ ટન, કપાસમાં ૩૦ સોદાઓમાં રૂ.૫૬.૨૩ લાખનાં ૧૨૦ ટનના વેપાર થયા હતા. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૬૧૧.૭૭૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૧૭૦.૮૭૬ ટન, ક્રૂડ તેલમાં ૧૯૦૯૦ બેરલ્સ, કોટનમાં ૧૭૬૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૬૦૯૧૦ ટન, એલચીમાં ૬.૬ ટન, મેન્થા તેલમાં ૯૪.૬૮ ટન અને કપાસમાં ૫૮૮ ટનના સ્તરે રહ્યો હતો. 

કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ.૪૬૩.૯૬ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૨૬.૨૨ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૬૦.૫૦ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૩૯.૫૦ ટકાનો હતો. 

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૫૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૬૩ અને નીચામાં રૂ.૧૩૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૬૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૧૦ અને નીચામાં રૂ.૧૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૦ બંધ રહ્યો હતો. 

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૦૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫૦ અને નીચામાં રૂ.૧૭૬૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૨૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૪૭૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૭૯ અને નીચામાં રૂ.૧૩૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૬૧ બંધ રહ્યો હતો. 

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં પુટ ઓપ્શન્સનો રૂ.૪૧૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૯ ખૂલી, ઊપરમાં રૂ.૨૯ અને નીચામાં રૂ.૨૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ બંધ રહ્યો હતો. 

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૭.૯ અને નીચામાં રૂ.૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૨.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૧૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૭.૯ અને નીચામાં રૂ.૧૨૦.૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૦.૭ બંધ રહ્યો હતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JzrTfF
via Latest Gujarati News

Post a Comment

0 Comments