કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા વિવિધ રૂટ થકી એકત્ર કરાયેલ ઈક્વિટી ભંડોળમાં ૬૨ ટકાનો વધારો


નવી દિલ્હી, તા-3 એપ્રિલ 2020, શુક્રવાર

તાજેતરમાં પુરા થયેલા ૨૦૨૦ના નાણાંકિય વર્ષ દરમિયાન કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ઈકવિટીના વિવિધ રૂટ થકી એકત્ર કરાયેલ ભંડોળમાં ૬૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ રૂટમાં આઈપીઓ, ક્વોલિફાઇડ ઇન્વેસ્ટિટયુશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી), રાઈટ અને બોન્ડ ઇશ્યુઅન્સનો સમાવેશ થાય છે.

ઉપલબ્ધ ડેટા મુજબ ૨૦૨૦ના નાણાંકિય વર્ષ દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા ઈકવિટીના વિવિધ રૂટ થકી કુલ રૂ. ૯૧૬૭૦ કરોડ એકત્ર કરાયા હતા. જે ગત નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. ૫૬૪૮૫ કરોડ એકત્ર કરાયા હતા.

કંપનીઓ દ્વારા આઇપીઓ થકી રૂ.૨૦૩૫૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે ક્યુઆઈપી થકી રૂ. ૫૧૨૧૬ કરોડ ઉભા કરાયા હતા. જો કે જાન્યુઆરી માસ પછી કોરોનાવાઇરસના કારણે આઇપીઓ થકી ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ હતી. જોકે હાલ ૨૬ જેટલી કંપનીઓ  આઇપીઓ લાવવા માટે સેબીની મંજૂરી ધરાવે છે. જેના થકી રૂ.૨૬૦૫૬ કરોડ ઉભા કરાશે.

સૂચિત સમય દરમિયાન ક્યુઆઈપી કામકાજમાં અકલ્પનીય એવો પાંચ ગણો વધારો થવા પામ્યો હતો. તો બીજીતરફ રાઈટ ઈશ્યુ થકી એકત્ર થતું ભંડોળ ગત વર્ષની તુલનાએ ૨૮ ગણું વધીને રૂ. ૫૫૯૯૮ કરોડ પહોચ્યું હતું.  જો કે વિતેલા નાણાંકીય વર્ષ દરમિયાન બોન્ડ થકી એકત્ર થતાં ભંડોળમાં ટકાનો ઘટાડો થયો હતો. વિતેલા નાણાં વર્ષ દરમિયાન ૩૫ બોન્ડ ઈશ્યુ થકી રૂ. ૧૪૯૯૬ કરોડ ઉભા કરાય હતા. જે ગત નાણાં વર્ષ દરમિયાન ૨૦ ઈશ્યુ થકી રૂ.૩૬૭૮૮ કરોડ ઉભા કરાયા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39JHdRk
via Latest Gujarati News

Post a Comment

0 Comments