(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 એપ્રિલ 2020, મંગળવાર

સંપૂર્ણ ળિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં આ આંકડો પણ સતત વધી રહ્યો છે. આ મુશ્કેલીના સમયમાં સરકારની સાથે જ સિતારોઓ ઊભા છે અને આર્થિક સહાય માટે આગળ આવી રહ્યા છે. એવામાં હવે હેમા માલિનીનું નામ પણ જોડાઇ ગયું છે. 

્હેમા માલિનીએ એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, મારો દેશ એ જ મારી ઓળખ છે અને અત્યોરે મારા દેશને મારી જરૂર છે. તેથી કોરોના યુદ્ધમાં પીએમ કેયર્સ ફંડમાં હું ડોનેટ કરીને એક નાનું યોગદાન આપી રહી છું. જોકે હેમાએ આ નિધિમાં કેટલી રકમ દાનમાં આપી તે વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે પોતાના મિત્રોને પણ આવા સદકાર્ય માટે નોમિનેટ કર્યા. 

કંગના  રનોતે રૂપિયા ૧૦ લાખનું ડોનેશન આપ્યું છે. અભિનેત્રી દક્ષિણની ફિલ્મ થાલાવીનું શૂટિંગ કરી રહી હતી. જેમાં તે જયલલિતાની ભૂમિકકા ભજવી રહી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિંદીમા ં રીલિઝ થવાની છે. 

કોવિંદ ૧૯ના ઉપદ્રવને કારણે દૈનિક વેતનધારીઓની હાલત ખરાબ થઇ ગઇ છે. તેથી કંગનાએ પાંચ લાખ રૂપિયાનું દાન સાઉથ ઇન્ડિયાના ફિલ્મ એમ્પલોયીઝ ફેડરેશનને કર્યું છે. આ ફરરાંત કંગનાએ બીજા પાંચ લાખ રૂપિયા થાલાવી ફિલ્મ સાથે જોડાયેલા દૈનિક મજૂરો માટે ડોનેટ કર્યા છે. 

કંગનાએ આ પહેલા પણ પીએમ કેયર્સ ફંડમાં રૂપિયા ૨૫ લાખ ડોનેટ કર્યા છે.  

જોન અબ્રાહમે પણ કોરોના વાયરના જંગ સામે લડવા માટે ડોનેશન આપ્યું છે. પરંતુ તેણે રકમ જણાવાનો ઇનકાર કર્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VsX4zK
via Latest Gujarati News