
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
કોરોના મહામારીનો ભોગ બોલીવૂડ તેમજ હોલીવૂડની સેલિબ્રિટિઓ પણ બની છે. મુંબઇમાં આ વાયરસ રેસિડન્શિયલ એરિયામાં પહોંચી ગયો છે. જ્યાં વિકી કોશલ, રાજ કુમાર રાવ, ચિત્રાંગદા સિંહ અને પત્રલેખા જેવી સેલિબ્રિટિઓ રહે છે.આ પૂર્વે પણ અન્ય કલાકારોના બ્લિડિંગને સીલ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, મુંબઇના અંધેરીના એક કોમ્પેલ્કસમાં ૧૧ વરસની બાળકી કોરોના પોઝિટિવ આવતા આ બ્લિડિંગને સીલ કરવામાં આવ્યું છે.
આ કોમ્પલેક્સની સી વિંગમાં રહેનારા એક ડાયરેકટરની પુત્રીને કોરોના થયો છે. તેણે બૃહદ મુંબઇ નગર પાલિકાને એ અને બી વિંગ પણ સીલ કરીને કોમ્પેલ્કસ ને સેનિટાઇઝ કરવાનું કહ્યું હતું.
આ કોમ્પલેકેસમાં હેનારા લોકોને ક્વોરોનટાઇનમાં રહેવાની સલાહ અને યોગ્ય કાલજી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ કોમ્પેલેક્સના લોકોને લોકડાઉનને ગંભીરતાથી થઇ દરેક સૂચનાનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cA5aMQ
via Latest Gujarati News
0 Comments