
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
ક્ડ તેલના ભાવની સાથોસાથ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુ સોનાચાંદી ઉપરાંત પેલેડિયમ તથા પ્લેટિનમના ભાવમાં પણ કડાકા બોલાઈ ગયા છે. અનિશ્ચિત વેપાર વાતાવરણ વચ્ચે સોનાચાંદીમાં તેજી અટકી હતી. ક્ડ તેલમાં પણ વાયદાના ભાવ નેગેટિવ ઝોનમાં ચાલુ રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ઘટાડો જોવાયો હતો. ડોલર સામે રૂપિયામાં નરમાઈ રહી હતી.
સ્થાનિક સોનાચાંદી બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૫૬૧૦ હતા તે આજે રૂપિયા ૪૫૪૧૦ રહ્યા હતા. ૯૯.૯૦ના ભાવ રૂપિયા ૪૫૭૯૩થી ઘટી રૂપિયા ૪૫૫૯૩ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. સોના પાછળ .૯૯૯ ચાંદીના એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૪૨૨૮૦થી ઘટી રૂપિયા ૪૧૭૦૦ મુકાયા હતા. ચાંદી જીએસટી સાથે ત્રણ ટકા ઊંચી મુકાતી હતી. વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૬૮૮ ડોલરવાળા ઘટી આજે મોડી સાંજે ૧૬૭૨ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૫.૨૩ ડોલર પરથી ઘટી ૧૪.૮૦ ડોલર બોલાતી હતી. ફન્ડવાળા સોનાચાંદીમાં હળવા થઈ ડોલર ઈન્ડેકસ તરફ વળતા ભાવમાં ઘટાડો જોવાયો હતો. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૭૮૧ ડોલર પરથી ઘટી ૭૨૮ ડોલર જ્યારે પેલેડિયમ ૨૧૮૫ ડોલરથી ગબડીને ઔંસ દીઠ ૧૯૬૮ ડોલર બોલાતું હતું.
ક્ડ તેલમાં નાયમેકસ ક્ડ ઓઈલના વાયદાના ભાવ આજે પણ માઈનસમાં રહ્યા હતા. નાયમેકસ ક્ડ ઓઈલના ભાવ ગઈકાલની સરખામણીએ સુધરી પ્રતિ બેરલ માઈનસ ૪.૩૦ ડોલર બોલાતું હતું. માગના અભાવે બ્રેન્ટ ક્ડ પણ ૧૭.૫૦ ટકા ઘટી પ્રતિ બેરલ ૨૧.૧૦ ડોલર બોલાતું હતું. અમેરિકા વધુ ક્ડ ઓઈલ ખરીદ કરશે તેવા ટ્રમ્પના નિવેદને ભાવને ટેકો પૂરો પાડયો છે. બીજી બાજુ રશિયાએ પણ ઉત્પાદન કાપ વધારવાના મુદ્દે ફરી વાટાઘાટ કરવા તૈયારી બતાવી છે. સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૨૮ પૈસા વધીને ૭૬.૮૩ રૂપિયા જ્યારે પાઉન્ડ ૯૫.૨૦ રૂપિયા તથા યુરો ૮૩.૧૯ રૂપિયા બંધ રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34RZXxo
via Latest Gujarati News
0 Comments